સાઉથ સ્ટાર મહેશ બાબુએ ખરીધી લક્ઝુરિયસ ગોલ્ડ રેન્જ રોવર SV, કિંમત જાણીને ચોંકી જશો
Image Courtesy: Mahesh Babu Twitter
નવી દિલ્હી,તા. 26 જૂન 2023, સોમવાર
તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુ તેની શાનદાર એક્ટિંગ અને સારા દેખાવને કારણે ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે પણ એક્ટર જાણીતા છે. તેની પાસે એક કરતા વધુ કારનું કલેક્શન છે અને હવે તેમના કલેક્શનમાં બીજું નામ ઉમેરાયું છે.
કરોડો રુપિયાની ખરીદી SV
મહેશ બાબુએ તાજેતરમાં રેન્જ રોવર SV ખરીદી છે. રિપોર્ટ અનુસાર તેની કિંમત લગભગ 5.4 કરોડ રૂપિયા છે. રેન્જ રોવર સેલિબ્રિટીઝને પસંદ છે અને લગભગ તમામ સેલિબ્રિટી તેની માલિકી ધરાવે છે. મોહનલાલ, ચિરંજીવી, જુનિયર એનટીઆરએ પણ રેન્જ રોવર ખરીદી છે. જોકે મહેશ બાબુની કાર અલગ છે કારણ કે તે ગોલ્ડ કલરની છે. હૈદરાબાદમાં કોઈની પાસે આ રંગનું રેન્જ રોવર નથી. તે ભારતમાં ઉપલબ્ધ સૌથી મોંઘી કાર છે.
આ કારની ગોલ્ડ ફિનીશ તેને અનોખો લુક આપી રહી છે. એક્ટર મહેશ બાબુ હૈદરાબાદના રસ્તાઓ પર આ કાર ચલાવવાની મજા માણી રહ્યા છે.
મહેશ બાબુના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે ડિરેક્ટર ત્રિવિક્રમ શ્રીનિવાસની ફિલ્મ ગુંટુર કારમમાં જોવા મળશે. આ ફિલ્મ તેની કાસ્ટ, ક્રૂ અને ક્રિએટિવ ડિફરન્સને કારણે ચર્ચામાં રહી છે.