Maharaja: વિજય સેતુપતિની ફિલ્મ મહારાજા આ દિવસે ઓટીટી પર રીલીઝ થશે

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
Maharaja: વિજય સેતુપતિની ફિલ્મ મહારાજા આ દિવસે ઓટીટી પર રીલીઝ થશે 1 - image


Maharaja: મહારાજા વિજય સેતુપતિની 50મી ફિલ્મ છે, જે હાલમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મની સ્ટોરી અને રસપ્રદ અભિનયને કારણે ચર્ચામાં રહે છે. આ એક ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે. વિજય સેતુપતિના મહારાજા ફિલ્મે થિયેટરોમાં 100 કરોડથી વધુની કમાણી કરી છે. ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. થિયેટરોમાં સફળતા પછી, ચાહકો ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 

મહારાજા ઓટીટી રીલીઝ પ્લેટફોર્મ

એક અહેવાલ મુજબ નેટફ્લિક્સે મહારાજાના OTT રાઇટ્સ ખરીદી લીધા છે. આવી સ્થિતિમાં થિયેટર પછી આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. વિજય સેતુપતિની આ ફિલ્મમાં બોલિવૂડ ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં તે વિલનનો રોલ કરી રહ્યો છે. તમિલ સિનેમામાં અભિનેતા તરીકે અનુરાગ કશ્યપની આ ત્રીજી ફિલ્મ છે. મહારાજાની ઓટીટી રીલીઝ ડેટની વાત કરીએ તો કે આ ફિલ્મ 12 જુલાઈના રોજ રીલીઝ થવા જઈ રહી છે.

ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, નિતિલન સ્વામીનાથન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં અનુરાગ કશ્યપ, મમતા મોહનદાસ અને ડીઓપી નટરાજા, ભારતીરાજા, અભિરામી, સિંઘમપુલી, અરુલદોસ, મુનિષકાંત, વિનોથ સાગર જેવા કલાકારો સામેલ છે. 


Google NewsGoogle News