કોલ્ડપ્લે સ્ટાર ક્રિસ માર્ટિન અને ડકોટાએ મહાકુંભમાં લગાવી ડૂબકી, વીડિયો વાઇરલ
Chris Martin in Mahakumbh 2025: મુંબઈમાં ધૂમ મચાવ્યા પછી, બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેએ 26 જાન્યુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શાનદાર કોન્સર્ટ સાથે તેમનો ભારત પ્રવાસ પૂરો કરતા પહેલા હવે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચી ગયો છે. ઈન્ટરનેશનલ સિંગર અને તેની ગર્લફ્રેન્ડ અને હોલિવૂડ સ્ટાર ડાકોટા જોન્સન મહાકુંભ 2025 દરમિયાન સંગમમાં પવિત્ર ડૂબકી મારી હતી.
ક્રિસ માર્ટિન અને ડકોટાએ મહાકુંભમાં લગાવી ડૂબકી
ક્રિસ માર્ટિન અને ડાકોટા જોન્સને મહાકુંભમાં ડૂબકી લગાવી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં ક્રિસ અને ડાકોટા જોવા મળે છે. એક ફેને વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, 'જ્યારે તમે કોન્સર્ટમાં જઈ શકતા નથી, ત્યારે કલાકાર તમારી પાસે કુંભ મેળામાં આવે છે.'
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
કોલ્ડપ્લેના ક્રિસ માર્ટિન અને ડાકોટાએ સંગમ સ્નાન કર્યું. વીડિયોમાં ક્રિસ બ્લેક શોર્ટ્સમાં જોવા મળ્યો, જ્યારે ડાકોટાએ કુર્તી અને ટ્રાઉઝર પેન્ટ પહેર્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેના પર ઘણા લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે.
યુઝર્સે આપી પ્રતિક્રિયા
એક યુઝરે લખ્યું કે, કોન્સર્ટ કરવું એ તો બહાનું હતું, 'કોલ્ડપ્લેને મહાકુંભમાં જવાનું હતું.' તો અન્ય એક યુઝરે લખ્યું, 'હર હર ગંગે.' એક યુઝરે લખ્યું, 'મહાદેવે ટાઈમલાઈન સાથે મેચ કરી છે.' તો અન્ય એક યુઝરે લખ્યું, 'આ વર્ષે મેં જોયેલી શ્રેષ્ઠ રીલમાંથી આ એક છે.' આ ઉપરાંત તેના કોન્સર્ટના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.