Get The App

મહાકુંભમાં છવાયેલી મોનાલીસાનું નસીબ ચમક્યું, ફિલ્મોમાં કરશે એન્ટ્રી, આ ફિલ્મ કરી સાઇન

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
મહાકુંભમાં છવાયેલી મોનાલીસાનું નસીબ ચમક્યું, ફિલ્મોમાં કરશે એન્ટ્રી, આ ફિલ્મ કરી સાઇન 1 - image


Mahakumbh 2025 : મહાકુંભ-2025માં ભૂરી આંખોવાળી મોનાલીસાનું નસીબ ચમકી ગયું છે. રાઇટર-ડાયરેક્ટર સનોજ મિશ્રાએ મોનાલિસાને ફિલ્મની ઓફર કરી હિરોઈન બનાવવાની જાહેરાત કરી છે. કુંભમાં માળા વેચતી મોનાલીસાને ‘ધ ડાયરી ઑફ મણિપુર’ માટે સાઇન કરવામાં આવી છે. જ્યારથી મહાકુંભ મેળો શરુ થયો છે, ત્યારથી મોનાલિસાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યા છે. પ્રયાગરાજ મહાકુંભમાં તે પોતાના પરિવાર સાથે માળા વેચવા આવી હતી, પણ હવે તે પાછી ગામડે આવી ગઈ છે.


20 કરોડ રૂપિયાના બજેટવાળી ફિલ્મમાં જોવા મળશે મોનાલિસા

અહેવાલો મુજબ સનોજ મિશ્રા ફિલ્મ માટે ઘણા દિવસથી નવો ચહેરો શોધી રહ્યા હતા અને હવે તેમની શોધ પૂરી થઈ છે. તેમણે સોશિયલ મીડિયા પર મોનાલિસાનો ફોટો જોયા બાદ તેને સાઇન કરી છે. આ ફિલ્મમાં તે બોલિવૂડ સ્ટાર રાજકુમાર રાવના મોટા ભાઈ અમિત રાવ સાથે જોવા મળશે. એવું કહેવાય છે કે, ફિલ્મનું 20 કરોડ રૂપિયાનું બજેટ છે અને ફિલ્મનું શુટિંગ ફેબ્રુઆરીથી ઑક્ટોબર સુધી ચાલશે.

મહાકુંભમાં છવાયેલી મોનાલીસાનું નસીબ ચમક્યું, ફિલ્મોમાં કરશે એન્ટ્રી, આ ફિલ્મ કરી સાઇન 2 - image

આ પણ વાંચો : સલમાન ખાન સાથે લગ્ન કરવા મુદ્દે અમીષા પટેલે કહ્યું- દુનિયા સુંદર લોકોને સાથે જોવા માંગે છે

મિશ્રાએ મોનાલિસાના પિતા સાથે મુલાકાત કરી

મીડિયા રિપોર્ટ મુજબ સનોજ મિશ્રાએ મોનાલિસાના પિતા જય સિંહ ભોંસલે સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે મોનાલિસાને ફિલ્મ માટે સાઈન કરી છે. રિપોર્ટ મુજબ ફિલ્મ મણિપુર હિંસા પર આધારીત છે, જેમાં હિંસા વચ્ચે એક કપલની પ્રેમ કહાની દેખાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મિશ્રા રામ જન્મભૂમિ, કાશી ટૂ કાશ્મીર, ધ ડાયરી ઑફ વેસ્ટ બંગાલ જેવી અનેક ફિલ્મો બનાવી ચૂક્યા છે. ધ ડાયરી ઑફ મણિપુર ફિલ્મની વાત કરીએ તો, આ ફિલ્મનું શૂટિંગ ઇમ્ફાલ, દિલ્હી અને લંડનમાં થશે.

મહાકુંભમાં છવાયેલી મોનાલીસાનું નસીબ ચમક્યું, ફિલ્મોમાં કરશે એન્ટ્રી, આ ફિલ્મ કરી સાઇન 3 - image

આ પણ વાંચો : જાણીતા કોમેડિયને બિગ બીની સંપત્તિમાં માગ્યો હિસ્સો, સૂર્યવંશમ અંગે ટ્રોલ કરતાં અમિતાભ ખડખડાટ હસ્યા

મેનકા જેવું સૌંદર્ય ધરાવતી માળા વેચતી યુવતીથી સૌ કોઈ મોહિત

IIT બાબા અભય સિંહના તપ અને સુંદરતાના કારણે વાયરલ થયેલી સાધ્વી હર્ષા રિછારિયાને લઈને ચર્ચાઓ ચાલુ છે. હવે મહાકુંભ 2025થી આવી જ વધુ એક મહિલાની સુંદરતાની સોશિયલ મીડિયા યુઝર્સ પ્રશંસા કરી રહ્યાં છે. જોકે, તે કોઈ સાધ્વી નથી પરંતુ ફૂલ વેચનારી છે જે મહાકુંભમાં પહોંચી હતી.

મહાકુંભમાં છવાયેલી મોનાલીસાનું નસીબ ચમક્યું, ફિલ્મોમાં કરશે એન્ટ્રી, આ ફિલ્મ કરી સાઇન 4 - image

ફૂલ વેચે છે

મેળા દરમિયાન જ એક ઇન્સ્ટાગ્રામ યુઝરે ફૂલ વેચનારી આ મહિલા સાથે વાત કરી હતી. તેણે જણાવ્યું કે 'હું સોશિયલ મીડિયા પર પણ છું અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરું છું.' જેની પર લોકો કહે છે, 'હવે તો તું ફેમસ થઈ જઈશ.'

મહાકુંભમાં છવાયેલી મોનાલીસાનું નસીબ ચમક્યું, ફિલ્મોમાં કરશે એન્ટ્રી, આ ફિલ્મ કરી સાઇન 5 - image

એમપીના ઇન્દોરની રહેવાસી છે

વાતચીત દરમિયાન યુવતી જણાવે છે કે 'હું મધ્યપ્રદેશના ઇન્દોરની રહેવાસી છું. હું માળા વેચું છું.' જોકે, તેણે આ દરમિયાન પોતાનું નામ જણાવ્યું નહીં અને વાતચીત દરમિયાન અધવચ્ચે જ જતી રહી. 

મહાકુંભમાં છવાયેલી મોનાલીસાનું નસીબ ચમક્યું, ફિલ્મોમાં કરશે એન્ટ્રી, આ ફિલ્મ કરી સાઇન 6 - image

મોનાલિસા સાથે તુલના

ફૂલ માળા વેચનારી યુવતીની તુલના મોનાલિસા સાથે કરવામાં આવી રહી છે. મહાકુંભમાં પહોંચેલા લોકો તેની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરતાં નજર આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ કહી રહ્યા છે કે તે 'ખૂબ સુંદર લાગી રહી છે.'

મહાકુંભમાં છવાયેલી મોનાલીસાનું નસીબ ચમક્યું, ફિલ્મોમાં કરશે એન્ટ્રી, આ ફિલ્મ કરી સાઇન 7 - image

હર્ષા રિછારિયા થઈ હતી વાયરલ

ફૂલ વેચનારી આ યુવતીની પહેલા હર્ષા રિછારિયાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તેમને સુંદર સાધ્વી કહેવામાં આવી રહ્યા હતા. જોકે, બાદમાં આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે પોતે જ સ્પષ્ટ કર્યું હતું કે 'હું સાધ્વી નથી અને મે સંન્યાસ લીધો નથી. હું ઉત્તરાખંડની છું અને લગભગ 2 વર્ષથી આધ્યાત્મ સાથે જોડાયેલી છું.'

સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ

હર્ષા રિછારિયાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું, 'આ નવી ઓળખને મેળવવા માટે મે બધું જ છોડી દીધું હતું.' તે પોતાને આચાર્ય મહામંડલેશ્વરની શિષ્યા ગણાવે છે. જોકે, તે સોશિયલ મીડિયા અને અન્ય સામાજિક કાર્યક્રમોમાં પણ ખૂબ સક્રિય રહે છે.

મહાકુંભમાં છવાયેલી મોનાલીસાનું નસીબ ચમક્યું, ફિલ્મોમાં કરશે એન્ટ્રી, આ ફિલ્મ કરી સાઇન 8 - image



Google NewsGoogle News