'લગ્ન પહેલા હું જાણતો નહોતો કે માધુરી...', ડૉક્ટર નૈનેએ લગ્નજીવન વિશે કરી ખૂલીને વાત
Madhuri Dixit And Shriram Nene's Marriage: બોલિવૂડની પીઢ અભિનેત્રી માધુરી દીક્ષિતના પતિ ડૉ. શ્રીરામ નેને હંમેશા મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. તે તેના અંગત જીવન વિશે વાત કરતા નથી. પરંતુ તાજેતરમાં તેઓ રણવીર અલ્લાહબાદિયા સાથે તેમના જીવન અને માધુરી દીક્ષિત સાથેના તેમના કનેક્શન વિશે ખૂલીને વાત કરી હતી. આ ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે લગ્ન જીવનને સફળ બનાવવાની ટિપ્સ પણ શૅર કરી હતી.
માધુરી દીક્ષિત વિશે વાત કરતા શ્રીરામ નેનેએ કહ્યું, જુઓ સૌથી પહેલા હું તમને જણાવવા માંગુ છું કે મને ખરેખર ખબર નહોતી કે માધુરી દીક્ષિત એક સુપરસ્ટાર છે અને આ મારા લગ્ન માટે સૌથી પડકારજનક બાબત છે. મને ખબર નહોતી કે તે આટલી મોટી ફિલ્મ સ્ટાર છે. અમે બંને અલગ બેકગ્રાઉન્ડમાંથી આવી છીએ. હું તેમના ભૂતકાળ વિશે કંઈ જાણતો ન હતો અને તેમણે પણ મારા ભૂતકાળ વિશે કોઈ ખ્યાલ નહોતો. અમારા લગ્નજીવનમાં આ બાબતે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આપણે માણસ તરીકે એકબીજાને પ્રેમ અને સન્માન આપવું જોઈએ.
ભારત અને અમેરિકા વિશે વાત કરતા શ્રીરામ નેનેએ કહ્યું છે કે, ‘અમે જુદા જુદા વાતાવરણમાંથી આવ્યા છીએ. અહીં ભારતમાં આપણે એકબીજા વિશે બધું જાણીએ છીએ. આપણે જાણીએ છીએ કે કોઈના જીવનમાં શું ચાલી રહ્યું છે, પરંતુ અમેરિકામાં આવું થતું નથી. ત્યાં એક અલગ પ્રકારની આઝાદી છે.
માધુરી દીક્ષિત વિશે વાત કરતા ડૉ. નેનેએ કહ્યું કે, ‘તે દુનિયા માટે સુપરસ્ટાર હશે પણ હું તેને એ રીતે ઓળખતો નથી. મારા માટે તે મારી પત્ની અને મારી જીવનસાથી છે. અમે આગળ વધવા માટે એકબીજાને ટેકો આપીએ છીએ. હું માનું છું કે વ્યક્તિએ તેને ગમતું કામ કરવું જોઈએ અને જો તેને અભિનય ગમતો હોય તો તેની સાથે સમાધાન ન કરવું જોઈએ.’