માધુરી અને તૃપ્તિ ડિમરી ઓટીટી પર કોમેડી ફિલ્મમાં સાથે દેખાશે
- માં-દીકરીના સંબંધો પરની ફિલ્મ હશે
- ફિલ્મમાં રવિકિશનની પણ મહત્વની ભૂમિકા, આવતા મહિનાથી શૂટિંગ શરુ થશે
મુંબઇ : માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરી ફરી એક વખત સાથે કામ કરતા જોવા મળશે. અગાઉ 'ભૂલ ભૂલૈયા ૩'માં બન્નેએ સાથે કામ કર્યું હતું, અને હવે તેઓ ઓટીટી પરથી રિલીઝ થનારી એક કોમેડી-એકશન ડ્રામા 'મા-બહેન'માં જોવા મળશે.
આ ફિલ્મમાં તેઓ મા-દીકરીની ભૂમિકા ભજવતા જોવા મળશે. આ એક હલકી-ફુલકી કોમેડી હશે. જેમાં મા-દીકરી વચ્ચેની નોક-ઝોંક, પ્રેમ, તકરાર અને સમજદારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફિલ્મનું શૂટિંગ મે મહિનાથી શરૂ કરવામાં આવશે. રવિ કિશન પણ આ ફિલ્મમાં મહત્વના રોલમાં હશે.તેમજ ધારણા દુર્ગા આ ફિલ્મથી ડેબ્યુ કરશે. આ ફિલ્મનું દિગ્દર્શન સુરેશ ત્રિવેણીનું છે.