માધુરી અને તૃપ્તિ ડિમરી નવી ફિલ્મમાં માતા-પુત્રી બનશે
- કોમેડી ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષે શરૂ થશે
- માધુરી અને તૃપ્તિ ભૂલભૂલૈયા થ્રીમાં પણ સ્ક્રીન શેર કરી રહ્યાં છે
મુંબઈ : ૯૦ના દાયકાની સૌથી ટોચની હિરોઈન માધુરી દિક્ષિત અને આજકાલ ફિલ્મ ચાહકોની સાથે સાથે બોલીવૂડના પ્રોડયુસર્સની પણ માનીતી બની ગયેલી હિરોઈન તૃપ્તિ ડિમરી વધુ એક પ્રોજેક્ટમાં સાથે આવી રહ્યાં છે. આ નવી ફિલ્મમાં તેઓ માતા -પુત્રીની ભૂમિકા ભજવવાનાં છે. આ ફિલ્મ કોમેડી જોનરની હશે. 'તુમ્હારી સુલુ'ના દિગ્દર્શક સુરેશ ત્રિવેણી તેનું દિગ્દર્શન કરી રહ્યા છે. ફિલમનું શૂટિંગ આવતા માર્ચથી શરુ થશે. વિક્રમાદિત્ય મોટવાનેના પ્રોડક્શન હેઠળની આ ફિલ્મ માટે મુખ્ય પુરુષ પાત્રોની શોધ ચાલી રહી છે.
તૃપ્તિ અને માધુરી આ બીજી ફિલ્મમાં સ્ક્રીન શેર કરવાનાં છે. આગામી દિવાળીએ રીલિઝ થનારી ફિલ્મ 'ભૂલભૂલૈયા થ્રી'માં પણ તેઓ સ્ક્રીન શેર કરવાનાં છે.
જોકે, આ ફિલ્મમાં માધુરી એક નાનો કેમિયો જ કરી રહી છે.