‘મુમતાજ’: વેલેન્ટાઈન ડેના દિવસે જન્મેલ આ અભિનેત્રી જિંદગીભર પ્રેમ માટે જ તરસતી રહી
-મધુબાલાએ તેની માંદગીને ફિલ્મ ઉદ્યોગથી વર્ષો સુધી છૂપાવી હતી
નવી મુંબઇ,તા. 14 ફેબ્રુઆરી 2023,મંગળવાર
પોતાના સમયની સૌથી પ્રખ્યાત અભિનેત્રી મધુબાલાને તેમના અંગત જીવનમાં એટલી સફળતા મળી નથી જેટલી તેમને તેમના ફિલ્મી જીવનમાં મળી હતી. કારણ કે, એક સમયે મધુબાલા અભિનેતા દિલીપ કુમાર સાથે ખૂબ જ ગંભીર રિલેશનશીપમાં હતા. લગ્ન પહેલા જ તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. તે જ સમયે, મધુબાલાએ કિશોર કુમાર સાથે લગ્ન કર્યા હતા, પરંતુ કહેવાય છે કે તે તેની અંતિમ ક્ષણ સુધી પ્રેમ માટે ઝંખતી હતી, જે તેને મળી ન હતી.
મધુબાલાનો જન્મ મુમતાઝ જહાન બેગમ દેહાલ્વી તરીકે નવી દિલ્હી, ભારત ખાતે 14 ફેબ્રુઆરી 1933ના રોજ અફઘાનિસ્તાનના મુસ્લિમ પરિવારમાં થયો હતો, મધુબાલાનું નાનપણનું નામ મુમતાઝ બેગમ જહાં દેહલવી હતું. તે પોતાના પેરેન્ટ્સનું અગિયાર બાળકોમાં પાંચમુ બાળક હતા. તેને કુલ 10 ભાઈ-બહેન હતા. પાંચ બહેનોમાં તે સૌથી વધુ કમાતી હતી. તેણે નાની ઉંમરથી ફિલ્મમાં કામ કરવાની શરૂઆત કરી હતી. આ જ કારણે તે સ્કૂલે જઈ શકી નહોતી. તેને ઉર્દૂ આવડતું હતું, પરંતુ અંગ્રેજી આવડતું નહોતું.
જે કાબુલના નવાબી પરિવારનું એક સભ્ય અને મોહમ્મદઝાયના શાહી રાજવંશની એક શાખા હતી, તેમના દાદા-દાદીને અફઘાનિસ્તાનના લશ્કર દ્વારા ભારતમાં દેશવટો આપવામાં આવ્યો હતો.
મધુબાલાની સુંદરતાના ચાહકો આજે પણ છે
ફિલ્મ 'મુઘલ-એ-આઝમ'માં અનારકલીનો રોલ ભજવીને મધુબાલા ચાહકોમાં લોકપ્રિય થઈ હતી. 15 વર્ષની ઉંમરે ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. મધુબાલાએ માત્ર 9 વર્ષની ઉમરે બોલીવૂડની ફિલ્મોમાં કામ કરવાની શરુઆત કરી લીધી હતી. 14 વર્ષની ઉમરે લીડ રોલ મળ્યો પરંતૂ મધુબાલાની કિસ્મત ફિલ્મ મહલથી ચમકી હતી. ત્યારે મધુબાલા માત્ર 15 વર્ષના હતા.
મધુબાલાની સુંદરતાની ચર્ચા હોલીવુડમાં પણ હતી. મધુબાલાની સુંદરતાને જોઇને તેમની તુલના વિશ્વ પ્રસિદ્વ અભિનેત્રી મર્લિન મુલરો સાથે કરવામાં આવતી. તેમને વીનસ ઓફ ઇન્ડિયન સિનેમા પણ કહેવામાં આવતા હતા.
ગંભીર બીમારી
મધુબાલાને 1950માં લોહીની ઊલટીઓ થતા હૃદયની મુશ્કેલી હોવાનું બહાર આવ્યું હતું. તેઓ જન્મથી જ વેન્ટ્રીક્યુલર સેપટલ ખામી, કે જે સામાન્ય રીતે "હૃદયમાં કાણું" હતું. તે સમયે આ બીમારીની સુવિધાઓ એટલી ઉપલબ્ધ પણ નહોતી.
મધુબાલાએ તેની માંદગીને ફિલ્મ ઉદ્યોગથી વર્ષો સુધી છૂપાવી હતી, પરંતુ 1954માં અખબારો એક બનાવનો મોટા પાયે અહેવાલ આપવામાં આવ્યો હતો.
કહેવાય છે કે, મધુબાલાના છેલ્લા સમયે કિશોર કુમારે મધુબાલાને એક બંગલામાં શિફ્ટ કરી દીધી હતી અને અહીં એક નર્સ હંમેશા તેની સંભાળ રાખવા માટે હાજર રહેતી હતી. મધુબાલાની બહેન મધુર ભૂષણે એકવાર એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, મધુબાલાનો છેલ્લો સમય અત્યંત એકલતામાં વીત્યો હતો અને તે વારંવાર રડતી હતી.
મધુબાલાને એ વાતનું દુઃખ હતું કે તેને કોઈ મળવા આવતું નથી. એક સમયે તે બોલિવૂડમાં લોકપ્રિય હતી, પરંતુ બીમાર પડી તો કોઈએ તેના હાલચાલ જાણવાનો પ્રયાસ કર્યો નહીં. મધુરના કહેવા પ્રમાણે, કિશોર કુમાર મહિનામાં ભાગ્યે જ એક કે બે વાર તેને મળવા આવતા હતા. મધુબાલાનું નિધન 23 ફેબ્રુઆરી 1969ના રોજ માત્ર 36 વર્ષની વયે થયું હતું.