Get The App

પ્રિયંકા ચોપરાની માતાએ દીકરીના સંઘર્ષના દિવસો યાદ કર્યા, કહ્યું - 'અમે વિચાર્યું પણ નહોતું...'

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
priyanka and madhu chopra


Madhu Chopra: પ્રિયંકા ચોપરા બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધીનું એક પ્રખ્યાત નામ બની ચૂક્યું છે, જે લાંબા સમયથી મનોરંજનની દુનિયામાં સક્રિય છે. અભિનેત્રીએ વર્ષ 2000માં 18 વર્ષની ઉંમરે મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. ત્યારથી તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં પ્રિયંકાના મમ્મી મધુ ચોપરાએ દીકરીને મીડિયા તરફથી મળેલા નકારાત્મક ધ્યાન અંગે વાત કરી છે. 

મધુ ચોપરાએ નકારાત્મકતા વિષે વાત કરી 

આ દરમિયાન મધુ ચોપરાએ જણાવ્યું હતું કે, 'પ્રિયંકા વિશે લખવામાં આવેલી નકારાત્મક વાતોની પ્રિયંકા પર કેવી અસર થઈ હતી. તે સમય દરમિયાન પ્રિયંકાને જે પ્રકારની નકારાત્મકતા મળી હતી તેનો તેણે અંદાજો લગાવ્યો ન હતો.' 

મધુ ચોપરાએ કહ્યું, 'અમે આ ઈન્ડસ્ટ્રીમાં નવા હતા અને બીજી ઈન્ડસ્ટ્રીમાંથી આવ્યા હતા. હું અને મારા પતિ બંને ડોક્ટર છીએ અને અમારા માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રી બિલકુલ નવી હતી. અમારી આંખોમાં ઊર્જા હતા અને અમે વિચાર્યું ન હતું કે તે નરક જેવું પણ હોઈ શકે છે. જ્યારે અમે અહીં આવ્યા, ત્યારે આવી નકારાત્મક બાબતો અમારા મગજમાં પણ ક્યારેય આવી ન હતી.'

પ્રિયંકા વિશે લખાયેલા નકારાત્મક લેખોની મારા પર અસર થઈ: મધુ ચોપરા

અભિનેત્રીની માતાએ કહ્યું કે, પ્રિયંકા વિશે લખવામાં આવેલા નકારાત્મક લેખોએ તેને ખોટી રીતે પ્રભાવિત કરવાનું શરૂ કર્યું. આ વાતનો ઉલ્લેખ કરતા મધુ ચોપરાએ કહ્યું કે, એકવાર પ્રિયંકાએ મને બેસાડી અને ઘણું સમજાવ્યું હતું. પ્રિયંકાએ મને કહ્યું, મમ્મી, તમે મને સારી રીતે જાણો છો. તો આ બધી બકવાસ કેમ માની? તે પછી બધું સારું થઈ ગયું. 

આ પણ વાંચો: મધ્ય પ્રદેશની નિકિતા પોરવાલએ ફેમિના મિસ ઈન્ડિયા 2024નો ખિતાબ જીત્યો, ઐશ્વર્યાની છે ફેન

2002થી શરુ કર્યું હતું ફિલ્મી કરિયર

મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા પછી પ્રિયંકાએ 2002માં રિલીઝ થયેલી તમિલ ફિલ્મ થામિજહનથી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. પ્રિયંકાએ 2003મા આવેલી ફિલ્મ ધ હીરો : લવ સ્ટોરી ઓફ અ સ્પાયથી હિન્દી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે અંદાઝ, ઐતરાઝ, વક્ત : ધ રેસ અગેઈન્સ્ટ ટાઈમ, બ્લફ માસ્ટર, ડોન વગેરે જેવી ઘણી સફળ અને શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું છે.

પ્રિયંકા ચોપરાની માતાએ દીકરીના સંઘર્ષના દિવસો યાદ કર્યા, કહ્યું - 'અમે વિચાર્યું પણ નહોતું...' 2 - image


Google NewsGoogle News