ન વોશરુમ, ન વેનિટી, 1990માં ખુલ્લામાં બદલવા પડતાં હતા કપડાં, એક્ટ્રેસે જણાવી વ્યથા
Image Twitter |
Popular Actress Madhoo: મધુ વર્ષ 1990ના દાયકાની પોપ્યુલર એક્ટ્રસ છે. તેણે અજય દેવગણની ફિલ્મ 'ફુલ ઔર કાંટે' થી બોલીવૂડમાં પગ મુક્યો હતો. જોકે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેનું કરિયર વધુ લાંબુ ચાલ્યું નહીં. અને તેવામાં કરિયરના પીક પર એક્ટ્રેસે 1999માં લગ્ન કરી લીધા. લગ્ન પછી તે પતિ અને બાળકો સાથે વ્યસ્ત થઈ ગઈ હતી. પરંતુ વર્ષો પછી એક્ટ્રેસ સામંથા રુથ પ્રભુની 'શાકુંતલમ' માં જોવા મળી હતી. તેણે ફિલ્મોમાં ફરીથી કમબેક કર્યો. મધુ ફિલ્મોમાં પોતાની સેકન્ડ ઈનિંગને ખૂબ આનંદ કરી રહી છે.
કપડાં બદલવા માટે પ્રાથમિક સુવિધાઓ પણ નહોતી: મધુ
તાજેતરમાં મધુએ એક લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં કહ્યું કે, પહેલાના અને આજના સિનેમામાં ઘણો તફાવત છે. પહેલાના સમયમાં અભિનેત્રીને શૂટિંગ દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.તે સમયે, વોશરૂમ અને વેનિટી વાન જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ ન હતી. તેમજ કપડાં બદલવા માટે પ્રાથમિક સુવિધાઓ પણ નહોતી. મધુ વધુમાં વાત કરતાં કહે છે કે, તે સૌથી મુશ્કેલ સમય હતો. હું Kolachiની ગુફાઓમાં બેસીને તમિલ ફિલ્મોનું શૂટિંગ કરી રહી હતી. ત્યારે પહાડો અને ઝાડ નીચે બેસીને કુદરતી વાતાવરણમાં બધુ કામ કરવું પડતુ હતું. તે સૌથી અડચણવાળો સમય હતો.
કપડાં ઉતારતી વખતે ખબર ન હોતી કે કોણ જોઈ રહ્યું છે
એ સમયે ગરમીમાં જે પ્રકારનાં કપડાં પહેરીને નૃત્ય કરતાં હતાં. પછી એ કપડાં ઉતારતી વખતે અમને ખબર પણ ન હોતી કે કોણ જોઈ રહ્યું છે. તે સમય ખરેખરે ખૂબ જ મુશ્કેલ સમય હતો. પણ હવે એવું કાંઈ નથી. હવે તમે કહી શકો છો કે તમને મેકઅપ વેન જોઈએ છે કે પછી તમારી પ્રાઈવસી જોઈએ છે.
ભોજન બાદ બ્રેકમાં હું પથ્થરો પર સુઈ ગઈ હતી
અભિનેત્રીએ વધુ વાત કહ્યું કે, 1997માં એક સમય હતો, જ્યારે હું મણિરત્નમ સર સાથે ફિલ્મ Iruvarનું શૂટિંગ કરી રહી હતી. તે દરમિયાન ભોજન બાદ બ્રેકના સમયમાં હું પથ્થરો પર સુઈ ગઈ હતી. ત્યારે મને કોઈનો અવાજ સંભળાયો અને તે વ્યક્તિ બોલ્યો, આટલી કમાણી કરવાનો શું ફાયદો, જ્યારે તમારે પથ્થર પર સૂવું પડે. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે, આવી બાબતોમાંથી પસાર થવાની જરૂર નથી. આ એક સારો બદલાવ આવ્યો છે. ખાસ કરીને ફીમેલ કલાકારો માટે હવે ઘણુ સારુ થઈ ગયું છે.