તનુ વેડસ મનુના ત્રીજા ભાગમાં કદાચ માધવન નહિ હોય
- કોઈએ હજુ માધવનનો સંપર્ક કર્યો નથી
- સાઉન્ડ સિસ્ટમની ધ્રુજારીને કારણે છત તુટી પડીઃ કોઈને ગંભીર ઈજા નહિ
મુંબઇ : ઘણા સમયથી સમાચાર છે કે,આનંદ એલ રાય 'તનુ વેડસ મનુ થ્રી' બનાવી રહ્યો છે. જોકે, આર. માધવને જણાવ્યું હતું કે, હજુ સુધી તેને આ ફિલ્મ માટે એપ્રોચ કરવામાં આવ્યો નથી. તેણે હિન્ટ પણ આપી છે કે, તેને ફિલ્મમાંથી રિપ્લેસ કરી દેવામાં આવ્યો છે.
માધવને વધુમાં કહ્યું હતું કે, ત્રીજા ભાગ વિશે મને કોઇ આઇડિયા નથી.ફિલ્મની સ્ક્રિપ્ટ વિશે પણ મને જાણ નથી.તેથી મને લાગે છે કે, કદાચ આ ફિલ્મમાં મને લેવામાં આવ્યો નથી. તેમણે મને રિપ્લેસ કરી દીધો છે.
આનંદ એલ રાયની 'તનુ વેડસ મનુ'નો પહેલો પાર્ટ ૨૦૧૧માં અને બીજો ૨૦૧૫માં રિલીઝ થયો હતો. હવે દર્શકો ત્રીજા પાર્ટની રાહ જોઇ રહ્યા છે. બન્ને પાર્ટમાં આર. માધવન, કંગના રણૌત , જિમી શેરહિલ, દીપક ડોબરિયાલ, સ્વરા ભાસ્કર અને એઝાઝ ખાને કામ કર્યું હતું.