માધવન, ફાતિમા સના શેખની ફિલ્મનું નવું ટાઈટલ આપ જૈસા કોઈ
- અગાઉ ફિલ્મનું ટાઈટલ ઠરકી હતું
- કરણ જોહરનાં પ્રોડક્શનની આ ફિલ્મ સીધી ઓટીટી પર રીલિઝ થશે
મુંબઇ : આર માધવન અને ફાતિમા સના શેખની કોમેડી-પ્રેમ કહાની 'આપ જૈસા કોઇ'નું શૂટિંગ શરૂ થઇ ગયું છે.પહેલા આ ફિલ્મનું શીર્ષક 'ઠરકી' રાખવામાં આવ્યું હતું પરંતુ હવે અપડેટ છે કે, આ ફિલ્મનું ટાઈટલ બદલાઈ ગયું છે.
કરણ જોહર દ્વારા બનાવાઈ રહેલી આ ફિલ્મ સીધી ઓટીટી પર રીલિઝ થશે.
આ ફિલ્મમાં આર માધવન સાથે ફાતિમા સના શેખ ઉપરાંત નમિતા દાસ અનેકરન વાહી પણ કામ કરીરહ્યા છે. ફિલ્મનું એક શિડયૂલ મુંબઈમાં યોજાયું હતું. હવે થોડુંક શૂટિંગ કોલકત્તામાં કરવામાં આવશે.