Get The App

LS Result 2024: કંગના, હેમા માલિની, અરુણ ગોવિલ સહિતના સ્ટાર Bollywood celebsની શું છે સ્થિતિ

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
LS Result 2024: કંગના, હેમા માલિની, અરુણ ગોવિલ સહિતના સ્ટાર Bollywood celebsની શું છે સ્થિતિ 1 - image


Lok Sabha Election Result 2024: 2024ની લોકસભા ચૂંટણી માટે આજે મતગણતરી ચાલી રહી છે.  લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આજે એટલે કે 4 જૂને જાહેર થશે. મતગણતરી શરૂ થઈ ગઈ છે, જેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે આ વખતે ઘણા સેલેબ્સ પણ પોતાનું નસીબ અજમાવવા માટે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. આ લિસ્ટમાં બોલિવૂડની સાથે સાથે ભોજપુરી સ્ટાર્સનો પણ સમાવેશ થાય છે.  

આ કલાકારોમાં હેમા માલિની, કંગના રનૌત અને અરુણ ગોવિત, રવિ કિશન,પવન સિંહ સહિતનો સમાવેશ થાય છે. 

ચાલો જાણીએ કે સેલિબ્રિટી ઉમેદવારોમાં કોણ પોતાની સીટ પર આગળ છે અને કોણ પાછળ?

કંગના રનૌત

પોતાના સ્પષ્ટ અભિપ્રાયો માટે જાણીતી બોલિવૂડ અભિનેત્રી અભિનેત્રી કંગના રનૌત ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટિકિટ પર હિમાચલ પ્રદેશમાં તેના વતન મંડીથી ચૂંટણી લડી રહી છે. કંગના છ વખતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ અને વર્તમાન મંડી સાંસદ પ્રતિભા સિંહના પુત્ર કોંગ્રેસના વિક્રમાદિત્ય સિંહથી આગળ ચાલી રહી છે.

મનોજ તિવારી 

રાજકારણી, ગાયક અને અભિનેતા મનોજ તિવારી ઉત્તર-પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી કોંગ્રેસના કન્હૈયા કુમારથી આગળ છે.

શત્રુઘ્ન સિંહા 

પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પરથી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા પીઢ અભિનેતા શત્રુઘ્ન સિંહા પ્રારંભિક વલણો મુજબ આગળ છે. શત્રુઘ્ન સિંહા ભૂતપૂર્વ કેન્દ્રીયમંત્રી છે અને અટલ બિહારી વાજપેયી સરકારમાં તેમના હેઠળ શિપિંગ અને આરોગ્ય વિભાગો હતા.

રવિ કિશન:અભિનેતા રવિ કિશન ઉત્તર પ્રદેશની ગોરખપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. રવિ કિશન ભોજપુરી અભિનેત્રી કાજલ નિષાદ અને જાવેદ અશરફથી આગળ ચાલી રહ્યાં છે. 2019ના લોકસભા ચૂંટણીમાં, કિશને ગોરખપુરથી સમાજવાદી પાર્ટી (સપા) ના ઉમેદવાર રામભુઆલ નિષાદ વિરુદ્વ 3,01,664 વોટથી જીત મેળવી હતી.   

દિનેશ લાલ યાદવ નિરહુઆ: ભોજપુરી ગાયક અને અભિનેતા દિનેશ લાલ યાદવ નિરહુઆ યુપીના આઝમગઢથી અહીં સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવ સામે ચૂંટણી લડી રહ્યા છે. એક્ઝિટ પોલના ડેટા અનુસાર દિનેશ યાદવ ધર્મેન્દ્ર યાદવથી પાછળ ચાલી રહ્યાં છે. 

હેમા માલિની 

બોલિવૂડની ડ્રીમ ગર્લ તરીકે પ્રખ્યાત અને ભાજપના સાંસદ હેમા માલિની મથુરાથી આગળ ચાલી રહી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં હેમા માલિનીએ મથુરા સીટ પરથી 671,293 વોટ મેળવીને જીત મેળવી હતી. એ જ રીતે 2014ની લોકસભા ચૂંટણીમાં હેમા માલિનીએ મથુરામાં નિર્ણાયક જીત મેળવી હતી. તેમણે આરએલડીના ઉમેદવાર જયંત ચૌધરીને 330,743 મતોના માર્જિનથી હરાવ્યા હતા.

અરુણ ગોવિલ

ટીવી સિરીયલ 'રામાયણ'માં ભગવાન રામની ભૂમિકા માટે પ્રખ્યાત થયેલા અરુણ ગોવિલ (ભાજપ) મેરઠમાં દેવવ્રત કુમાર ત્યાગી (BSP) અને સુનીતા વર્મા (SP) કરતાં આગળ છે.

દેવ અધિકારી અને હિરણ ચેટર્જી

બંગાળી ફિલ્મ ઉદ્યોગના બે કલાકારો, દેવ અધિકારી (TMC) અને હિરન ચેટર્જી (BJP) ઘાટલ લોકસભા મતવિસ્તારમાં એકબીજાની સામે મેદાનમાં છે. પ્રારંભિક વલણો અનુસાર, દેવ અધિકારી આગળ છે.

લોકેટ ચેટર્જી અને રચના બેનર્જી 

હુગલીથી  ટીએમસી ઉમેદવાર અને અભિનેત્રી રચના બેનર્જી ભાજપના લોકેટ ચેટર્જીથી આગળ છે.

જૂન માલિયા

અભિનેત્રીમાંથી રાજનેતા બનેલા તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જૂન માલિયા મેદિનીપુરથી પાછળ ચાલી રહ્યાં છે. ભાજપના ઉમેદવાર અગ્નિમિત્રા પોલ આગળ ચાલી રહ્યા છે.

સતાબ્દી રોય 

અભિનેત્રીમાંથી રાજકારણી બનેલા અને બીરભૂમથી ત્રણ વખત તૃણમૂલ સાંસદ શતાબ્દી રોય ભાજપના દેબતનુ ભટ્ટાચાર્યથી પાછળ છે.



Google NewsGoogle News