શાહરૂખ ખાન અને યશ સાથે કામ કરે તેવી શક્યતા

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
શાહરૂખ ખાન અને યશ સાથે કામ કરે તેવી શક્યતા 1 - image


મુંબઇ : સાઉથના હિરો યશને શાહરુખ ખાને એક ફિલ્મ ઓફર કરી છે. આ કોલબરેશન સાકાર થશે તો યશની બોલીવૂડમાં આ બીજી ફિલ્મ બનશે. 

યશ હાલ શાહરૂખ ખાનની પ્રોડકશન કંપની રેડ રિલીઝ એન્ટરટેઇનમેન્ટ સાથે વાતચીત કરી રહ્યો છે. તેને સ્ટોરી આઈડિયા પણ પસંદ આવ્યો છે. 

જોકે, હાલના તબક્કે એ નક્કી નથી કે યશ અને શાહરુખ સ્ક્રીન શેર કરશે કે પછી શાહરુખ આ ફિલ્મમાં માત્ર પ્રોડયૂસર તરીકે જ સિમિત રહેશે. યશ નિતેશ તિવારીની 'રામાયણ' ફિલ્મમાં રાવણની ભૂમિકા ભજવશે એ કન્ફર્મ મનાય છે. શાહરુખની ફિલ્મ યશની બોલીવૂડમાં બીજી ફિલ્મ પુરવાર થઈ શકે છે. 

જોકે, હજુ સુધી આ કોલબરેશન ફાઈનલ થયું નથી. 

'કેજીએફ' ફ્રેન્ચાઈઝીની સફળતા પછી યશની બોલીવૂડમાં પણ માંગ વધી ગઈ છે. જોકે, તે બહુ સાચવી સાચવીને ફિલ્મો પસંદ કરી રહ્યો છે.


Google NewsGoogle News