Leo Worldwide Collection: બોક્સ ઓફિસ પર ફિલ્મ 'લિયો'ની ધૂમ, માત્ર 5 દિવસમાં 400 કરોડનો આંકડો પાર

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
Leo Worldwide Collection: બોક્સ ઓફિસ પર ફિલ્મ 'લિયો'ની ધૂમ, માત્ર 5 દિવસમાં 400 કરોડનો આંકડો પાર 1 - image


Image Source: Twitter

- 'લિયો' રજનીકાંતની 'જેલર' બાદ વર્ષની બીજી સૌથી મોટી તમિલ ભાષાની ફિલ્મ બની ગઈ

નવી દિલ્હી, તા. 24 ઓક્ટોબર 2023, મંગળવાર

Leo Worldwide Box Office Collection Day 5: થલાપતિ વિજયની એક્શન થ્રિલર ફિલ્મ 'લિયો' દેશમાં જ નહીં પરંતુ વિદેશી બોક્સ ઓફિસ પર પણ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે રિલીઝના માત્ર પાંચ જ દિવસની અંદર તાબડતોડ કમાણી કરી લીધી છે અને અનેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. ડોમેસ્ટીક બોક્સ ઓફિસ ઓફિસ પર વિજયની ફિલ્મ 200 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. જ્યારે ગ્લોબલી આ ફિલ્મે માત્ર 5 જ દિવસમાં 400 કરોડનો આંકડો પાર કરી લીધો છે. 

ફિલ્મ 'લિયો' રિલીઝના પાંચમાં દિવસે 400 કરોડના ક્લબમાં સામેલ

ફિલ્મની કમાણીની વાત કરીએ તો સૈકનિલ્કના રિપોર્ટ પ્રમાણે 'લિયો'એ 5માં દિવસે લગભગ 35 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે જ્યારે ચોથા દિવસે ફિલ્મે 41.55 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ભારતમાં ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન હવે 216.40 કરોડ રૂપિયા થઈ ગયું છે. બીજી તરફ આ ફિલ્મે માત્ર પાંચ દિવસમાં જ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 400 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે આ ફિલ્મ રજનીકાંતની 'જેલર' બાદ વર્ષની બીજી સૌથી મોટી તમિલ ભાષાની ફિલ્મ બની ગઈ છે. 'જેલર', 'ગદર 2', 'પઠાણ' અને 'જવાન' બાદ 'લિયો' 2023ની પાંચમી સૌથી મોટી ભારતીય ફિલ્મ છે અને વરિસુને પાછળ છોડીને વિજયના કરિયરની સૌથી મોટી ફિલ્મ છે. 

દશેરાની રજા પર બમ્પર કમાણીની આશા

'માસ્ટર'ની જોરદાર સફળતા બાદ વિજયે ફિલ્મ મેકર લોકેશ કનાગરાજ સાથે 'લિયો' સાથે કમબેક કર્યું અને આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી ચે. ટિકિટ વિન્ડો પર ઘણી ફિલ્મોના જોરદાર મુકાબલા બાદ પણ 'લિયો' દરેક ફિલ્મને થિયેટરોમાં પછાડવામાં સફળ રહી છે. ફિલ્મમાં થલાપતિ વિજય ઉપરાંત સંજય દત્ત અને ત્રિશા ક્રિષ્નન મહત્વની ભૂમિકામાં છે. આજે દશેરાની રજાના અવસર પર ફિલ્મની કમાણીમાં ઉછાળો આવી શકે એવી આશા છે. આજે આ ફિલ્મ દેશમાં 250 કરોડ રૂપિયાના ક્લબમાં સામેલ થઈ શકે છે અને ગ્લોબલી તે 450 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી શકે છે.



Google NewsGoogle News