સાઉથની આ ફિલ્મનું ટ્રેલર જોયા બાદ ચાહકોએ થિયેટરની બધી જ ખુરશી તોડી નાંખી

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News

સાઉથની આ ફિલ્મનું ટ્રેલર જોયા બાદ ચાહકોએ થિયેટરની બધી જ ખુરશી તોડી નાંખી 1 - imageImage:Twitter 

નવી મુંબઇ,તા. 7 ઓક્ટોબર 2023, શનિવાર 

સાઉથના સુપરસ્ટાર વિજય થલપતિની ફિલ્મ લિયોના ટ્રેલરે રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવી દીધી છે. તમિલ અભિનેતાના ચાહકો પણ મોટા પાયે તેમની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લિયોનું ટ્રેલર ગુરુવારે સિનેમાઘરોમાં બતાવવામાં આવ્યું હતું, જેને જોયા પછી ચાહકોએ ચેન્નાઈના એક સિનેમા હોલમાં એવો હંગામો મચાવ્યો કે, થિયેટરની બધી સીટો તોડી નાખી.

શું છે સમગ્ ઘટના? 

થલપતિ વિજયની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'લિયો'નું ટ્રેલર સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને જોઈને ચાહકોની ખુશીની કોઈ સીમા ના રહી. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા પછી, ચાહકોએ ચેન્નાઈના સિનેમા હોલમાં રોશની સિલ્વર સ્ક્રીનમાં એવો હંગામો મચાવ્યો કે, ચાહકોએ થિયેટરની તમામ સીટને  ફાડી નાખી અને તોડફોડ કરી હતી. 

સોશિયલ મીડિયા પર આ ઘટનાના ફોટો અને વીડિયો પણ સામે આવી રહ્યા છે. 

રિલીઝ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ટ્રેલર રિલીઝ થયા બાદ ફેન્સ સિનેમાઘરોમાં પોતાની ખુશી એવી રીતે વ્યક્ત કરી રહ્યા છે જે કોઈને પણ આશ્ચર્યચકિત કરી શકે. 

સાઉથ સુપરસ્ટારના ચાહકોએ ટ્રેલર જોયા પછી પોતાનો ઉત્સાહ દર્શાવવા માટે સિનેમા હોલની મિલકતને નુકસાન પહોંચાડ્યું હતુ. 

આ ફિલ્મની સ્ટાર કાસ્ટની જો વાત કરીએ તો, 250 કરોડના ખર્ચે બનેલી થલપતી વિજયની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'લિયો'માં સંજય દત્ત, ત્રિશા કૃષ્ણન અને પ્રિયા આનંદ પણ મહત્વની ભૂમિકામાં છે. લોકેશ કનાગરાજ દ્વારા નિર્દેશિત 'લિયો' 19 ઓક્ટોબરના રોજ રીલિઝ થશે.



Google NewsGoogle News