Leoએ તોડ્યો 'પઠાણ' અને 'ગદર 2'નો રેકોર્ડ, બોક્સ ઑફિસ પર જવાનને પછાડશે!

એડવાન્સ બુકિંગ દ્વારા 'લિયો'ની સાઉથમાં 13,69,212 ટિકિટ વેચાઈ ચુકી છે.

શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાણ'ની 10,81,091 ટિકિટ વેચાઈ હતી

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
Leoએ તોડ્યો 'પઠાણ' અને 'ગદર 2'નો રેકોર્ડ, બોક્સ ઑફિસ પર જવાનને પછાડશે! 1 - image
Image Twitter 

તા. 17 ઓક્ટોબર 2023, મંગળવાર 

Film leo advance booking update first day box office: થેલાપતિ વિજય અને સંજય દત્તની ફિલ્મ 'લિયો' (Leo) 19 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આમ તો આ ફિલ્મ તમિલ, તેલુગુ અને હિન્દી ભાષામાં રિલીઝ થઈ રહી છે. પરંતુ ફિલ્મનું એડવાન્સ (advance booking ) બુકિંગ માત્ર સાઉથમાં શરુ થયુ છે. પરંતુ આ વચ્ચે નવાઈની વાત એ છે કે થલાપતિ વિજય (thalapathy vijay) નું સાઉથમાં આટલો ક્રેઝ છે કે તેમની ફિલ્મના એડવાન્સ બુકિંગમાં પઠાણ અને ગદર 2 બન્નેને પછાડી દીધા છે. તો એવુ પણ કહેવાઈ રહ્યુ છે કે ફિલ્મ પહેલા દિવસે 'જવાન' નો રેકોર્ડ પણ તોડી નાખશે. 

એડવાન્સ બુકિંગમા કરી કમાલ

એડવાન્સ બુકિંગ દ્વારા 'લિયો'ની સાઉથમાં 13,69,212 ટિકિટ વેચાઈ ચુકી છે. Sacnilk ના રિપોર્ટ પ્રમાણે શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાણ'ની 10,81,091 ટિકિટ વેચાઈ હતી. તો સની દેઓલની ફિલ્મ' ગદર 2'ની 7,22,821 ટિકિટ વેચાઈ હતી. એટલે થલાપતિ વિજયના એડવાન્સ બુકિંગમાં પઠાણ અને ગદર 2 નો રેકોર્ડ તોડી આગળ નીકળી જશે.

પહેલા દિવસે કરી શકે છે આટલા કરોડનું કલેક્શન

'લિયો' નો સાઉથ માટે સવારે 4 વાગે શો રાખવાનો હતો. પરંતુ કોર્ટે તેની પરવાનગી ન આપી. એટલે પછી ફિલ્મનો પહેલો શો સવારે 7 વાગે રાખવામાં આવ્યો હતો. એવુ કહેવામા આવી રહ્યુ છે કે 'લિયો' પહેલા દિવસે વર્લ્ડવાઈડ 130 કરોડ રુપિયાથી વધારેનુ ઓપનિંગ કરી શકે છે. અને જો એવુ થયુ તો 'લિયો' શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન' ને પણ માત આપશે. કારણ કે 'જવાને' પહેલા દિવસે 129.6 કરોડ રુપિયાની કમાણી કરી હતી. 'લિયો' વર્ષ 2023ની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની જશે. પરંતુ એવુ થશે કે નહીં તે તો આગામી 19 ઓક્ટોબરના રોજ જ ખબર પડશે.


Google NewsGoogle News