પિતાનું નિધન થયું ત્યારે માત્ર 30 રૂપિયા બચ્યા હતા, ઘર ચલાવવા પૈસા નહોતા: ફરાહ ખાને વર્ણવી વ્યથા
Image: Facebook
Farah Khan Life Story: ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને કોરિયોગ્રાફર ફરાહ ખાને તાજેતરમાં જ 60 મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર તેનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે પોતાની પર્સનલ લાઈફ પર વાત કરી રહી છે. તેણે જણાવ્યું કે ‘મારા જીવનમાં અનેક મુશ્કેલીઓ હતી, એક સમય એવો પણ હતો જ્યારે મારા પિતાનું અવસાન થયું, ત્યારે અમારી પાસે ઘર ખર્ચના પૈસા પણ નહોતા.’
ફરાહે સંભળાવ્યો બાળપણનો કિસ્સો
ફરાહ ખાને કહ્યું, 'મે પોતાના બાળપણમાં ઘણું બધું દુઃખ જોયું છે. હું પોતાના બાળપણના ટ્રોમા અને પેરેન્ટ્સના ડિવોર્સને જોઈને મોટી થઈ છું. આ બધી બાબતોએ મને ખૂબ મજબૂત બનાવી દીધી.'
હું 15 વર્ષની હતી જ્યારે પિતાનું મૃત્યુ થયું
ફરાહે કહ્યું, 'હું 15 વર્ષની હતી ત્યારે મારા પિતાનું મૃત્યુ થઈ ગયું હતું. પિતા બાદ ઘરની તમામ જવાબદારી મારે જ નિભાવવી પડી હતી. પહેલા ઘરની સ્થિતિ ખૂબ સારી હતી. મારા પિતા કામરાન ખાન ફિલ્મ ડાયરેક્ટર હતાં. તે સમયે પરિવારની પાસે કોઈ બાબતની ખોટ નહોતી પરંતુ પછી એક ફિલ્મે અમારા સૌનું જીવન બદલી દીધું.'
મૃત્યુ સમયે પિતાના ખિસ્સામાં માત્ર 30 રૂપિયા હતાં
પિતાની કારકિર્દી અંગે વાત કરતા ફરાહે કહ્યું કે, ‘મારા પિતાએ ખૂબ રૂપિયા ખર્ચીને એક ફિલ્મ બનાવી હતી પરંતુ જ્યારે તે ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થઈ તો ખરાબ રીતે પછડાઈ હતી. તે બાદ અમારા પરિવારની સ્થિતિ સંપૂર્ણરીતે બદલાઈ ગઈ હતી. ફિલ્મ ન ચાલવાના દુ:ખમાં અને ઘરની સ્થિતિ ખરાબ થવાના કારણે મારા પિતાને દારૂ પીવાની ટેવ પડી ગઈ હતી. જ્યારે તેમનું મૃત્યુ થયું તો તેમના ખિસ્સામાં માત્ર 30 રૂપિયા હતા. જ્યારે લાઈફમાં આવી સ્થિતિ આવે છે તો માણસ ખૂબ બદલાઈ જાય છે. તેનું વર્તન બદલાઈ જાય છે તે લોકો માટે ગુસ્સો અને નારાજગી રાખવા લાગે છે, પરંતુ મે હંમેશા સારા દિવસોને યાદ રાખવાનો નિર્ણય કર્યો હતો.’
આ પણ વાંચો: 'એ.આર.રહેમાન ફ્રેન્ડલી નથી, બસ કામ પર ફોકસ રાખે છે...' સોનુ નિગમનું નિવેદન ચર્ચામાં
સાજિદ અને હું એકબીજાને કિસ્સા સંભળાવીએ છીએ
ફરાહે ભાઈ સાજિદ ખાનની સાથે પોતાના બાળપણના કિસ્સા પણ શેર કર્યા. તેણે કહ્યું, 'હું અને સાજિદ તે દિવસોને હંમેશા હસીને યાદ કરીએ છીએ. બાળપણની ફની સ્ટોરી એકબીજાને સંભળાવીએ છીએ.'
બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરિયરની શરૂઆત કરી
ફરાહ ખાને બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે કોરિયોગ્રાફી માટે 6 વખત ફિલ્મફેરનો બેસ્ટ કોરિયોગ્રાફી એવોર્ડ જીત્યો છે. તે બાદ ફરાહે પહેલી ફિલ્મ 'મૈ હું ના' પણ ડાયરેક્ટ કરી, જેમાં શાહરુખ ખાન લીડ રોલમાં હતો. ફિલ્મ બ્લોકબસ્ટર રહી અને ફરાહ આ ફિલ્મ બાદ ટોપ ડાયરેક્ટર બની ગઈ. તે બાદ ફરાહે ઘણી ફિલ્મો ડાયરેક્ટ કરી છે.