હવે લોરેન્સ બિશ્નોઈ ગેંગે ફિલ્મ સ્ટાર સલમાનખાનના વકીલને પણ ધમકી આપી
નવી દિલ્હી,તા.6 જુલાઈ 2022,બુધવાર
પંજાબી સિંગર સિધ્ધુ મુસેવાલાની હત્યામાં સંડોવાયેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ હવે ફિલ્મ સ્ટાર સલમાન ખાનના વકીલ હસ્તીમલ સારસ્વતને પણ ધમકી આપી છે.
આ ગેંગના ટાર્ગેટ પર હવે સુપર સ્ટારના વકીલ પણ છે તેવુ પત્ર પરથી લાગી રહ્યુ છે. તકેદારીના ભાગરુપે હસ્તીમલ સારસ્વતને સુરક્ષા આપવાનો નિર્ણય લેવાયો છે.
હસ્તીમલ સારસ્વતને ધમકી આપતો પત્ર જોધપુરની જુની કોર્ટના જ્યુબેલી ચેમ્બરના નકુચા પર લટકતો મળી આવ્યો હતો.
જે પ્રકારે તાજેતરમાં સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને ધમકીભર્યો પત્ર મોકલવામાં આવ્યો હતો તેવો જ પત્ર હસ્તીમલને મોકલવામાં આવ્યો છે.
રાજસ્થાનમાં વર્ષો જુના શિકાર કેસમાં સલમાનખાન સામે કાર્યવાહી થઈ હતી અને ત્યારથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નિશાના પર સલમાન ખાન આવેલો છે. હવે સલમાનનો કેસ લડનાર વકીલને પણ ગેંગ્સટર તરફથી ધમકી મળી છે.