Get The App

બધાને ખુશ ન કરી શકાય...: વડાપ્રધાન મોદીના સમર્થનમાં આવી લારા દત્તા, મુસ્લિમ નિવેદન મુદ્દે જુઓ શું કહ્યું

Updated: Apr 25th, 2024


Google NewsGoogle News
બધાને ખુશ ન કરી શકાય...: વડાપ્રધાન મોદીના સમર્થનમાં આવી લારા દત્તા, મુસ્લિમ નિવેદન મુદ્દે જુઓ શું કહ્યું 1 - image


Image: Facebook

Lara Dutta: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ આપેલા એક ભાષણમાં મુસ્લિમો પર નિવેદન આપ્યું, જેના કારણે તેમની પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. પીએમ મોદીની ટીકા થવા લાગી. આ મુદ્દે એક્ટ્રેસ લારા દત્તાએ પ્રતિક્રિયા આપી છે અને પીએમ મોદીના વખાણ કર્યાં છે. પીએમ મોદીએ તાજેતરમાં જ રાજસ્થાનમાં એક રેલીને સંબોધિત કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીની યોજના છે કે તે લોકોની કમાણી અને સંપત્તિ ઘૂસણખોરો અને વધુ બાળકો ધરાવતાં લોકોને આપી દે. આ નિવેદન પર રાજકીય યુદ્ધ છેડાયું છે.

લારા દત્તાએ કહ્યું કે બધા લોકોને ખુશ રાખવા મુશ્કેલ છે અને પીએમ મોદી પણ એક માણસ છે. 'આખરે, આપણે સૌ માણસ છીએ. દરેક સમયે દરેકને ખુશ રાખવા શક્ય નથી અને આ ખૂબ પડકારભર્યું કામ છે. જેમ કે એક્ટર્સ ઓનલાઈન ટીકાથી બાકાત નથી, તેવી જ રીતે આપણા દેશના વડાપ્રધાન પણ તેમાંથી બાકાત નથી. આપણે સૌ તેને સહજતાથી લઈએ છીએ. તમે માત્ર એક પક્ષ કે બીજા પક્ષને પરેશાન કરવાથી બચવા માટે સતત મુદ્દા પર ધ્યાન આપી શકતા નથી. તમારે તમારા દ્રઢ વિશ્વાસ અને સત્ય પ્રત્યે સાચું રહેવું પડશે. જો તેમનામાં આવું કરવાની હિંમત છે અને એટલું સાહસ છે તો તેમને સલામ છે. પરંતુ તમને જેમાં વિશ્વાસ છે, તેની સાથે ઊભા રહેવું પડશે. 

લારા દત્તાની વેબ સિરીઝ રિલીઝ થઈ

લારા દત્તાની સિરીઝ રણનીતિ: બાલાકાડો એન્ડ બિયોન્ડ 25 એપ્રિલે OTT પ્લેટફોર્મ જિયો સિનેમા પર રિલીઝ થઈ ગઈ છે. તેમાં જિમ્મી શેરગિલ, આશીષ વિદ્યાર્થી અને આશુતોષ રાણા જેવા સ્ટાર્સ પણ સામેલ છે.


Google NewsGoogle News