'કુંડલી ભાગ્ય' ફેમ શ્રદ્ધા આર્યાએ જોડિયા બાળકોને આપ્યો જન્મ, સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ
Image Source: Twitter
Shraddha Arya Twins: પોપ્યુલર ટીવી એક્ટ્રેસ અને 'કુંડલી ભાગ્ય' ફેમ શ્રદ્ધા આર્યાએ ચાહકો સાથે ગૂડ ન્યુઝ શેર કરી છે. એક્ટ્રેસ માતા બની ગઈ છે, તેના ઘરે પારણું બંધાયું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને એક્ટ્રેસે માતા બનવાની ખુશી ચાહકો સાથે શેર કરી છે. એક્ટ્રેસે જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. તેણે એક પુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યો છે.
શ્રદ્ધાએ 29 નવેમ્બરના રોજ બાળકોને જન્મ આપ્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને એક્ટ્રેસે ચાહકોને બાળકોના જન્મની જાણકારી આપી છે. વીડિયોમાં શ્રદ્ધા બંને બાળકોને ખોળામાં લઈને બેઠી છે. આ સાથે જ તેના હોસ્પિટલ રૂમમાં છોકરી અને છોકરાના બલૂન લગાવેલા નજર આવી રહ્યા છે.
એક્ટ્રેસની પોસ્ટ વાયરલ
શ્રદ્ધાએ વીડિયો શેર કરતા લખ્યું કે, 'બે નાની ખુશીઓએ અમારા પરિવારને પૂર્ણ કર્યો. અમારું દિલ બમણી ખુશીઓથી ભરાઈ ગયું છે. #TwinBlessings, #ABoyAndAGirl અને #BestOfBothTheWorlds.' હવે શ્રદ્ધાની આ પોસ્ટ પર સેલેબ્સ કોમેન્ટ કરીને તેને અભિનંદન પાઠવી રહ્યા છે.
આ પણ વાંચો: તૃપ્તિ ડિમરીની બોયફ્રેન્ડ સૈમ સાથે બાઈક પર લટાર
પ્રીતાનું પાત્ર ભજવીને શ્રદ્ધા ઘર-ઘરમાં ફેમસ થઈ
શ્રદ્ધાની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેણે ઈન્ડિયન નેવી ઓફિસર રાહુલ નાગલ સાથે નવેમ્બર 2021માં લગ્ન કર્યા હતા. શ્રદ્ધાના લગ્નમાં કેટલાક ખાસ લોકો જ સામેલ થયા હતા. શ્રદ્ધા અને રાહુલે આ વર્ષે જ સપ્ટેમ્બરમાં પ્રેગનન્સીની એનાઉન્સમેન્ટ કરી હતી. શ્રદ્ધા તેના શો કુંડલી ભાગ્ય માટે જાણીતી છે. આ શોમાં શ્રદ્ધાએ પ્રીતાનો રોલ કર્યો હતો. પ્રીતાનું પાત્ર ભજવીને શ્રદ્ધા ઘર-ઘરમાં ફેમસ થઈ ગઈ હતી.