Get The App

વીર સાવરકરની બાયોપિકને હંફાવી કુણાલની મડગાંવ એકસપ્રેસ ભાગી

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
વીર સાવરકરની બાયોપિકને હંફાવી કુણાલની મડગાંવ એકસપ્રેસ ભાગી 1 - image


- લોકોને રાજકારણ કરતાં કોમેડીમાં વધુ રસ

- મડગાંવ એક્સપ્રેસના 12 કરોડ, રણદીપની વીર સાવરકર માંડ 9 કરોડે પહોંચી

મુંબઇ : બોક્સ ઓફિસ પર કુણાલ ખેમુની દિગ્દર્શક તરીકેની ડેબ્યૂ ફિલ્મ 'મડગાંવ એક્સપ્રેસ' રણદીપ હુડા દ્વારા દિગ્દર્શિત 'સ્વાતંત્ર્ય વીર સાવરકર' કરતાં આગળ નીકળી ગઈ છે. 

વીર સાવરકરની બાયોપિકની બોક્સ ઓફિસ પર નબળી શરુઆત થઈ હતી. તે પછી ચાર દિવસમાં તેની કમાણી માંડ નવ કરોડ થઈ છે. બીજી તરફ કુણાલ ખેમુની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ  'મડગાંવ એક્સપ્રેસ' ૧૨ કરોડની કમાણીના આંકને વટાવી ચુકી છે. 

વીર સાવરકર તરીકે રણદીપ હૂડાની મહેનતનાં લોકોએ વખાણ કર્યાં છે. જોકે, ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર રાજકીય વિષયવસ્તુ ધરાવતી ગંભીર ફિલ્મની સરખામણીએ કોમેડી ફિલ્મ માટે તકો હંમેશાં વધારે સારી જ રહે છે. કારણ કે આવી ફિલ્મને ફેમિલી ઓડિયન્સ મળી રહે છે. આમ પણ 'મડગાંવ એક્સપ્રેસ 'એક ફિલ્મ તરીકે પણ જરાય નબળી નથી. તેને પરીક્ષાઓ પૂર્ણ થતાં વેકેશન  ઓડિયન્સનો પણ લાભ મળી રહ્યો છે. 

કેટલાક ટ્રેડ સમીક્ષકોએ બચાવ કર્યો હતો કે વીર સાવરકરની બાયોપિક જેવી ફિલ્મ ક્યારેય કમર્શિયલ એંગલને ધ્યાને રાખી બનાવાતી હોતી નથી. તેનો ઉદ્દેશ એક વિચારને લોકો સુધી પહોંચાડવાનો જ હોય છે. 


Google NewsGoogle News