રણબીરની રામાયણમાં કુણાલ કપૂરની પણ એન્ટ્રી
- જોકે, કુણાલ કયું પાત્ર ભજવશે તે જાહેર કરાયું નથી
- ફિલ્મના બે ભાગનું શૂટિંગ સાથે સાથે જ ચાલી રહ્યું છે
મુંબઈ : રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ 'રામાયણ'માં કુણાલ કપૂરની પણ એન્ટ્રી થઈ છે. જોકે, તે કયું પાત્ર ભજવી રહ્યો છે તે હજુ જાહેર કરાયું નથી. કુણાલે પોતાના પાત્ર માટે કોશ્ચ્યુમ ટ્રાયલ્સ તથા રિહર્સલ્સ પણ શરુ કરી દીધાં છે. ફિલ્મનું શૂટિંગ છેલ્લા બે માસથી શરુ થઈ ચૂક્યું છે. ફિલ્મ બે ભાગમાં બનવાની છે અને બંને ભાગનું શૂટિંગ સાથે સાથે જ થઈ રહ્યું છે. કુણલ કપૂર 'રંગ દે બસંતી' સહિતની ફિલ્મોમાં દેખાઈ ચૂક્યો છે. જોકે, છેલ્લા કેટલાય સમયથી તે કોઈ મેઈનસ્ટ્રીમના મોટા પ્રોજેક્ટમાં જોવા મળ્યો નથી. ફિલ્મના અન્ય પાત્રોમાં હનુમાન તરીકે સની દેઓલ, દશરથ તરીકે અરુણ ગોવિલ તથા શૂર્પણખા તરીકે લારા દત્તાના નામ બહાર આવી ચૂક્યાં છે.