Get The App

કુણાલ કામરા ચારે બાજુથી ઘેરાયો: ટી-સીરિઝે કોપીરાઈટની નોટિસ ફટકારી, મુંબઈ પોલીસે પણ કર્યો આદેશ

Updated: Mar 27th, 2025


Google News
Google News
કુણાલ કામરા ચારે બાજુથી ઘેરાયો: ટી-સીરિઝે કોપીરાઈટની નોટિસ ફટકારી, મુંબઈ પોલીસે પણ કર્યો આદેશ 1 - image


Kunal Kamra New Controversy: દેશના દિગ્ગજ રાજકારણીઓ પર કટાક્ષ કરીને વિવાદોમાં મુકાયેલા કોમેડિયન કુણાલ કામરાને હવે બોલિવૂડ સ્ટુડિયો ટી-સીરિઝે કોપીરાઈટની નોટિસ મોકલી છે. તેના વિશેષ સ્ટેન્ડ-અપ સ્પેશિયલ ‘નયા ભારત’માં મહારાષ્ટ્રના ડેપ્યુટી CM એકનાથ શિંદે અને બાદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પર બોલિવૂડ ગીતની પૅરોડી બનાવી કટાક્ષ કરતો વીડિયો યુટ્યૂબ પર અપલોડ કર્યો હતો. ટી સીરિઝે યુટ્યૂબ પર કોપીરાઈટના ભંગ બદલ આ વીડિયો બ્લોક કરાવી દીધો છે. કામરાએ સોશિયલ મીડિયા X પર સ્ક્રિનશોટ શેર કરી આ અંગે માહિતી આપી હતી કે, તેના વીડિયોને કોપીરાઈટના ભંગ બદલ બ્લોક કરવામાં આવ્યો છે. જેથી હવે વીડિયો કમાણી કરી શકશે નહીં. 


કઠપૂતળી બનવાનું બંધ કરો

કામરાએ ટ્વિટર પર લખ્યું હતું કે, હેલો ટી-સીરિઝ, કઠપૂતળી બનવાનું બંધ કરો, પૅરોડી અને કટાક્ષ એ કાયદાકીય રીતે યોગ્ય છે. મેં તમારા ગીતના શબ્દો કે વાસ્તવિક ઈન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કર્યો નથી. જો તમે મારો વીડિયો કોપીરાઈટ હેઠળ ગણતાં હોવ તો (યુટ્યૂબ પર) તમામ ગીત-ડાન્સ વીડિયોને બ્લોક કરાવો. ક્રિએટર્સ આ બાબતને ધ્યાનમાં લેજો. 

કામરાએ આગળ કહ્યું કે, ભારતમાં મોનોપોલી માફિયારાજ જેવી જ છે. જેથી આ વીડિયો બ્લોક થાય તે પહેલાં તેને જુઓ-ડાઉનલોડ કરો. ટી-સીરિઝ હું તમિલનાડુમાં બેઠો છું.

આ પણ વાંચોઃ ટ્રમ્પના ટેરિફ વૉરમાં ભારત માટે રાહતના સંકેત! ભારતને કેનેડા-મેક્સિકો-ચીન નહીં પણ અલગ કેટેગરીમાં રખાશે

બોલિવૂડ ગીતો પર બનાવી હતી પૅરોડી

કામરાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કટાક્ષ કરતાં બોલિવૂડ ગીત ‘ભોલી સી સુરત’ (ફિલ્મ-દિલ તો પાગલ હૈ)ની પૅરોડી બનાવી હતી. આ દરમિયાન તેણે નાણા મંત્રી નિર્મલા સીતારમણની ટીકા કરવા મિસ્ટર ઈન્ડિયા ફિલ્મના ગીત ‘હવા હવાઈ’ પર પૅરોડી બનાવી હતી.

31 માર્ચ સુધી હાજર થવા આદેશ

મુંબઈ પોલીસે 36 વર્ષીય કોમેડિયન કામરાને ગઈકાલે ખાર પોલીસ સ્ટેશનમાં હાજર થવા સમન્સ પાઠવ્યા હતા. પરંતુ કામરા મુંબઈમાં ન હોવાથી તે હાજર થઈ શક્યો ન હતો. જેના માટે તેણે જીવનું જોખમ હોવાનું કારણ પણ આપ્યું હતું. જો કે, પોલીસે તેની આ અપીલ રદ કરી તેને 31 માર્ચ સુધીમાં પોલીસ સમક્ષ હાજર થવા આદેશ આપ્યો છે.

શિવસૈનિકોએ આપી મારવાની ધમકી 

ડેપ્યુટી CM શિંદે પર કટાક્ષ કરતાં કામરાને શિવસૈનિકોએ માર મારવાની ધમકી આપી હતી. તેમજ કામરાએ જે જગ્યાએ આ પૅરોડી રજૂ કરી હતી, તે સ્ટુડિયોમાં પણ તોડ-ફોડ કરી છે. ઉલ્લેખનીય છે, કામરાએ કોમેડી કરતાં કરતાં શિંદેને ગદ્દાર તેમજ નિર્મલા સીતારમણને લોકોની સેલેરી લૂંટનારી બાઈ ગણાવી હતી. 

કુણાલ કામરા ચારે બાજુથી ઘેરાયો: ટી-સીરિઝે કોપીરાઈટની નોટિસ ફટકારી, મુંબઈ પોલીસે પણ કર્યો આદેશ 2 - image

Tags :