તેરે ઈશ્ક મેં માં ધનુષ સાથે હિરોઈન તરીકે ક્રિતી સેનનની એન્ટ્રી
- આ વર્ષે 28મી નવેમ્બરે રીલિઝ કરાશે
- તેરે ઈશ્ક મેં તનુ વેડ્સ મનુ અને રાંઝણાના જ સર્જક આનંદ એલ રાયની ફિલ્મ
મુંબઇ : આનંદ એલ રાયની ફિલ્મ 'તેરે ઈશ્ક મેં'માં ધનુષ સાથે હિરોઈન તરીકે ક્રિતી સેનન હશે એવી સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવી છે. આજે ફિલ્મનું ટીઝર રીલિઝ કરાયું હતું. તેમાં ક્રિતીને લીડ હિરોઈન તરીકે દર્શાવાઈ હતી. ફિલ્મ આગામી તા. ૨૮મી નવેમ્બરે રીલિઝ કરવાની જાહેરાત પણ કરાઈ હતી.
'તનુ વેડ્સ મનુ' અને 'રાંઝણા' સહિતની ફિલ્મો બનાની ચૂકેલા આનંદ એલ રાયની આ ફિલ્મ માટે હંમેશ મુજબ હિમાંશુ શર્માએ સ્ક્રીન પ્લે લખ્યો છે એ. આર. રહેમાનનું મ્યુઝિક હશે અને ઈરશાદ કામિલનાં ગીતો હશે.