ડોન થ્રી માટે ક્રિતી સેનન, શર્વરી વાઘ વચ્ચે ગળાકાપ સ્પર્ધા
- બંને હિરોઈનોના નામ ચર્ચાયા કરે છે
- હવે ફરહાન અખ્તર દ્વારા સત્તાવાર એનાઉન્સમેન્ટ ક્યારે થાય છે તેની રાહ
મુંબઇ : ફરહાન અખ્તરની 'ડોન ૩' માં રણવીરની હિરોઈન તરીકે અગાઉ શર્વરી વાઘનું નામ ચર્ચાયું હતું પરંતુ હવે ક્રિતી સેનન પણ આ ફિલ્મ માટે સ્પર્ધામાં હોવાનું કહેવાય છે.
બંને હિરોઈનોની ટીમ વારાફરતી આ ફિલ્મ માટે તેમનાં સિલેકશનના દાવા કરી રહી છે. હવે નિર્માતા ફરહાન અખ્તર દ્વારા સત્તાવાર જાહેરાતની રાહ જોવાય છે. આ પહેલા કિયારા અડવાણી ફિલ્મની મુખ્ય હિરોઇન તરીકે ફાઇનલ થઇ ગઇ હતી. પરંતુ પ્રેગનન્સીને કારણે તેણે આ ે ફિલ્મ છોડી દીધી હતી. તે પછી અનેક હિરોઈનોનાં નામ વહેતાં થયાં હતાં.
ફરહાન અખ્તરે 'ડોન ૩' માટે લોકેશન ફાઈનલ કરી લીધાં છે. ફિલ્મનાં કેટલાંય દ્રશ્યોનું શૂટિંગ યુરોપમાં થવાનું છે. તેણે સ્ક્રિપ્ટને પણ ફાઈનલ ટચ આપી દીધો છે. પ્રી-પ્રોડકશન કામ હજી થોડા મહિના ચાલશે. ફિલ્મનું શૂટિંગ ઓકટોબર-નવેમ્બરમાં શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.