કૃતિ સેનન પોતાનાથી દસ વર્ષ નાના બિઝનેસમેનના પ્રેમમાં હોવાની અટકળો

Updated: Mar 24th, 2024


Google NewsGoogle News
કૃતિ સેનન પોતાનાથી દસ વર્ષ નાના બિઝનેસમેનના પ્રેમમાં હોવાની અટકળો 1 - image


પ્રભાસ સાથે અફેર જેવો પબ્લિસિટી સ્ટંટ પણ હોઈ શકે

કૃતિ સાક્ષી ધોનીના સંબંધી યુકેના કબીર બહિયા સાથે ફરતી દેખાઈ

મુંબઈ : એક્ટ્રેસ કૃતિ સેનન પોતાનાથી દસ વર્ષ નાના બિઝનેસમેન કબીર બહિયા સાથે ડેટિંગ કરતી હોવાની અફવા છે. બંને લંડનમાં હાથમાં હાથ પરોવી  ઘૂમી રહ્યાં હોવાની કેટલીક તસવીરો વાયરલ થઈ છે. જોકે, સંખ્યાબંધ નેટ યૂઝર્સ માની રહ્યા છે કે કૃતિની આગામી ફિલ્મ ક્રૂ રિલીઝ થવાની છે. એટલે તેના માટે આ પબ્લિસિટી સ્ટન્ટ પણ હોઈ શકે છે. અગાઉ  કૃતિ અને પ્રભાસની આદિપુરૂષ ફિલ્મ આવવાની હતી ત્યારે પણ બંને વચ્ચે સિરિયસ અફેર હોવાની ચર્ચા ફેલાવાઈ હતી. 

કબીર દહિયા યુકેનો બિઝનેસમેન છે અને તે ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષી ધોનીનો સંબંધી હોવાનું કહેવાય છે. તેની મહેન્દ્રસિંહ ધોની તથા સાક્ષી સાથેની કેટલીક તસવીરો પણ ઈન્ટરનેટ પર ફરતી થઈ છે. જોકે, આ અટકળો અંગે કબીર દહિયા કે કૃતિ તરફથી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. અગાઉ,  કૃતિનું અફેર સાઉથના સ્ટાર અને આદિપુરૂષ ફિલ્મના તેના કો એક્ટર પ્રભાસ સાથે ચાલતું હોવાની વાત ફેલાઈ હતી.  જોકે, બાદમાં ચાહકોને ખ્યાલ આવ્યો હતો કે વાસ્તવમાં આદિપુરૂષ ફિલ્મના પ્રચાર માટે પ્રભાસ અને કૃતિનાં અફેરની અફવા ઉડાડવામાં આવી હતી. 


Google NewsGoogle News