ક્રિતી સેનન અને કબીર આવતાં વર્ષે લગ્ન કરે તેવી સંભાવના
- કબીરના ફેમિલી વેડિંગમાં હાજરી આપી
- ક્રિતી પરિવારના સભ્ય જેમ સમગ્ર લગ્ન વિધિમાં ઓતપ્રોત થઈ ગયેલી દેખાઈ
મુંબઈ : ક્રિતી સેનન આવતા વર્ષે તેના બોયફ્રેન્ડ કબીર બહિયા સાથે લગ્ન કરી લેશે તેવી ચર્ચા શરૂ થઈ છે.ક્રિતી અને કબીર બહુ લાંબા સમયથી રિલેશનશિપમાં છે. હાલમાં ક્રિતીએ કબીરના પરિવારમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં હાજરી આપી હતી.
તે પરિવારની મુખ્ય સભ્ય હોય તે રીતે જ આ લગ્નમા ઓતપ્રોત જોવા મળી હતી. તેણે તમામ વિધિમાં ભાગ લીધો હતો અને સ્ટેજ પર વર તથા કન્યા સાથે જ હાજર રહી હતી.
હજુ થોડા સમય પહેલા કબીર પણ ક્રિતી ના પરિવારિક પ્રસંગમાં હાજર જોવા મળ્યો હતો. ક્રિતી નો સમગ્ર પરિવાર કબીર સાથે હળી વળી ગયો હોય તેવું જોવા મળ્યું હતું.
ક્રિતી અને કબીર અનેકવાર સાથે દેખાઈ ચૂક્યા છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ પ્રેમીઓની જેમ સંવાદ સાધતા હોય છે. જોકે હજુ સુધી ક્રિતીએ પોતાની આ રિલેશનશિપ વિશે કોઈ સત્તાવાર ઘોષણા કરી નથી.