ક્રિતી લગ્નની તારીખ નક્કી કરવા કબીરના ઘરે દિલ્હી પહોંચી
- કબીરના માતા પિતા સાથે તારીખોની ચર્ચા
- ક્રિતી અને કબીર આ વર્ષમાં કોઈપણ સમયે લગ્ન કરી લેશે તેવી અટકળો
મુંબઈ: ક્રિતી સેનન અને તેનો બોયફ્રેન્ડ કબીર બહિયા આ વર્ષમાં હવે કોઈપણ સમયે લગ્ન કરી લેશે તેવી અટકળો છે. ક્રિતી કબીરનાં દિલ્હીનાં ઘરે પહોંચી હતી અને તેના માતાપિતાને મળી હતી. આ દરમિયાન લગ્નની તારીખોની ચર્ચા થઈ હોવાનું કહેવાય છે.
કબીર મૂળ લંડનનો બિઝનેસમેન છે. જોકે, તેના માતાપિતા દિલ્હીમાં રહે છે. ક્રિતીનો પરિવાર પણ મૂળ દિલ્હીનો છે. ક્રિતી અને કબીર છેલ્લા કેટલાંય સમયથી સાથે સાથે જ પ્રવાસે જાય છે અને બંને નિયમિત રીતે એકબીજાનાં પારિવારિક પ્રસંગોમાં પણ હાજરી આપી રહ્યાં છે. જોકે, તેમણે હજુ સુધી રિલેશનશિપની ઓફિશિયલ ઘોષણા કરી નથી.
ક્રિતી હાલ ધનુષ સાથેની 'તેરે ઈશ્ક મેં' ફિલ્મ કરી રહી છે. સૂત્રોના મતે આ ફિલ્મનું કામ પૂર્ણ થયા બાદ ક્રિતી અને કબીરનાં લગ્નની તારીખ નક્કી થઈ શકે છે. આ ફિલ્મ આ વર્ષના અંતે રીલિઝ થવાની છે. તે જોતાં આ વર્ષમાં જ ક્રિતી અને કબીરનાં લગ્ન થઈ જાય તેવી ચર્ચાઓ છે.