Get The App

ક્રિતીએ કબીર બહિયા સાથે ડેટિંગની અફવાને નકારી કાઢી

Updated: Aug 13th, 2024


Google News
Google News
ક્રિતીએ કબીર બહિયા સાથે ડેટિંગની અફવાને નકારી કાઢી 1 - image


- આવી અફવાઓથી હતાશ થઈ ગઈ છે

- ખોટી વાતો ફેલાતાં મારે પરિવાર તથા મિત્રો સમક્ષ ખુલાસા કરવા પડે છે

મુંબઇ : ક્રિતી સેનને બિઝનેસમેને કબીર બહિયા સાથે ડેટિંગની અફવાને નકારી કાઢી છે. તેના જણાવ્યા મુજબ આવી ખોટી અફવાથી હું હતાશ થઈ ગઈ છું. 

ક્રિતીએ કહ્યું હતું કે, મારી અંગત લાઇફ વિશે આ પ્રકારની વાતો  ફેલાવાથી મિત્રો અને પરિવારજનો મને ફોન કરીને ખુલાસા માંગતા હોય છે. આવી ખોટી વાતો ફેલાય છે તેથી મારા પરિવાર પર માઠી અસર પડે છે.  તેના કહેવા મુજબ હું કોઈ સાથે લગ્ન કરવાની છુ ંએવી વાત અચાનક ફેલાય એટલે પરિવારમાં બધા પૂછપરછ કરે તે સ્વાભાવિક છે.  સતત ખુલાસા કરવાનું કામ બહુ ત્રાસદાયક અને કંટાળા જનક છે. 

ક્રિતી અને કબીર વારંવાર સાથે દેખાય છે. થોડા સમય પહેલાં ગ્રીસમાં પણ ક્રિતીએ કબીર સાથે તેનો બર્થ ડે મનાવ્યો હતો. તે વખતે તેની બહેન નુપૂર પણ તેમની સાથે હતી. 

Tags :