સંદીપ રેડ્ડી વાંગાની સ્પિરિટમાં કોરિયાનો મે ડોંગ સિઓક વિલન હશે
- પહેલીવાર કોરિયન કલાકાર તેલુગુ ફિલ્મમાં
- પ્રભાસ સાથે બાખડનારો મે ડોંગ ટ્રેન ટુ બુસાન તથા માર્વેલની ઈટર્નલ્સમાં દેખાઈ ચૂક્યો છેં
મુંબઈ : 'કબીર સિંઘ' તથા 'એનિમલ' સહિતની ફિલ્મોના સર્જક સંદીપ રેડ્ડી વાંગાની આગામી ફિલ્મ 'સ્પિરિટ'માં સાઉથ કોરિયાના સ્ટાર મે ડોંગ સિઓકને વિલનનો રોલ ઓફર કરાયો હોવાનું જાણવા મળે છે.
પહેલીવાર તેલુગુ જેવી પ્રાદેશિક ભાષાની ફિલ્મમાં સાઉથ કોરિયાનો આંતરરાષ્ટ્રીય સ્ટાર દેખા દેશે. આ ફિલ્મનો હિરો પ્રભાસ છે. આથી, ફિલ્મમાં પ્રભાસ અને મે ડોંગ સિઓકનો મુકાબલો જોવા મળશે.
મે ડોંગ સિઓક 'ટ્રેન ટુ બુસાન' તથા માર્વેલની 'ઈટરનલ્સ ' જેવી ફિલ્મો દ્વારા ભારતીય દર્શકોમાં પહેલેથી જાણીતો છે. તે ૨૦૦૪થી સાઉથ કોરિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને તેની સાથે સાથે હોલીવૂડની ફિલ્મોમાં પણ સક્રિય છે.
સંદિપ રેડ્ડી વાંગા પહેલેથી જ ચેતવણી આપી ચૂક્યા છે કે 'સ્પિરિટ'માં રણબીર કપૂરની 'એનિમલ' કરતાં પણ વધારે ઉગ્ર એક્શન દૃશ્યો હશે.