કોફી વિથ કરણ 8: 'તે હંમેશા સરળ નથી હોતું..', કાર્તિક આર્યન સાથેના બ્રેકઅપ પર સારા અલી ખાનનું છલકાયુ દર્દ
Image: sara ali khan Instagram
નવી મુંબઇ,તા. 9 નવેમ્બર 2023, ગુરુવાર
કોફી વિથ કરણની 8મી સિઝનની શરુઆત થઇ ગઇ છે, આ શોમાં સ્ટાર્સ આવીને તેમના વિશેની ન જાણેલી વાતો શેર કરતાં હોય છે. તેમજ તેમના નિવેદનથી ઘણીવાર કોન્ટ્રોવર્સી પણ ક્રિએટ થતી હોય છે.
સારા અલી ખાન અને અનન્યા પાંડેએ કોફી વિથ કરણના લેટેસ્ટ એપિસોડમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને એક્ટ્રેસે તેમના પર્સનલ લાઈફ સાથે જોડાયેલા રસપ્રદ ખુલાસા પણ કરશે. કરણે સારા અલી ખાનને કાર્તિક આર્યન સાથેના તેના બ્રેકઅપ અને બ્રેકઅપ પછી તેની સાથે મિત્રતા જાળવી રાખવા અંગે સવાલ કર્યો હતો. સારાએ આ અંગે ખુલીને કહ્યું કે, આ બધું તેના માટે સરળ નથી.
કરણ જોહરે દુ એક સવાલ કર્યો કે, તમારા માટે શું તે વ્યક્તિ સાથે મિત્રતા રાખવી સરળ છે?સારા અલી ખાને કહ્યું, 'હું એમ કહેવા માંગતી નથી કે આ બધું સરળ છે કારણ કે, આ બોલ્યા પછી વધુ અજીબ લાગશે.
જ્યારે તમે કોઈની સાથે અટેચ થાઓ છો, તે મિત્રો હોય, વ્યવસાયિક રીતે, રોમેન્ટિક રીતે, ખાસ કરીને જો તે હું હોઉં, તો ઇન્વોસ્લ થાવ છુ અને ઇન્વેસ્ટ કરુ છું.
સારા આગળ કહે છે, 'એવું નથી, ખરેખર કોઈ ફરક નથી પડતો, આજે જે થાય છે, કાલે જે થાય છે. તે તમને અસર કરે છે. પરંતુ છેલ્લે તો તમારે તેમાંથી આગળ વધવું પડશે.
સારાએ વધુમાં કહ્યું કે, ઈન્ડસ્ટ્રીમાં કોઈ વ્યક્તિ કાયમ તમારો મિત્ર રહેશે કે, તમે ક્યારેય કોઈની સાથે વાત નહીં કરો એવું કહેવું કોઇ હોંશિયારીની વાત નથી.
સારાએ પોતાના અનુભવોને આધારે કહ્યું કે, હંમેશા પરમાનેંટલી બધા સાથે સારી મિત્રતા રાખવી, પિંકી પ્રોમિસિસ કરવાનો કે પછી હું તારા સાથે ક્યારેય વાત નહિ કરુ તે બધુ બોલવાનો કોઇ અર્થ નથી
સારાએ કહ્યું કે, 'આ બધું ક્યારેય થતું નથી અને હંમેશા થતું નથી.'
સારા અલી ખાન અને કાર્તિક આર્યન થોડા સમય માટે એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જોકે થોડા સમય પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું. અનન્યા પાંડે પણ કાર્તિક સાથે રિલેશનશિપમાં છે, જે હાલમાં આદિત્ય રોય કપૂરને ડેટ કરવાને કારણે ચર્ચામાં છે.