'મહારાજ' ફિલ્મ: વલ્લભ સંપ્રદાયના સંત પર આરોપના કારણે ચિંતા મુકાઇ ગઈ હતી અંગ્રેજ સરકાર, જાણો સમગ્ર કેસ
Maharaj Movie Controversy: 1861ની વાત છે જ્યારે મહારાષ્ટ્રના એક પ્રતિષ્ઠિત અખબાર સત્યાર્થ પ્રકાશમાં લેખ પ્રકાશિત થયો હતો. લેખનું શીર્ષક તો ગુજરાતી હતું પરંતુ તેનો અર્થ એવો હતો કે હિન્દુઓનો અસલી ધર્મ અને વર્તમાન પાખંડી દ્રષ્ટિકોણ આ લેખ સમાજ સુધારક અને પત્રકાર કરસનદાસ મૂળજીએ લખ્યો હતો. જેમાં તેમણે પુષ્ટિમાર્ગી ગણાતા વલ્લભ સંપ્રદાય પર સવાલ ઉઠાવ્યા હતા.
લેખમાં કરસનદાસે આરોપ લગાવ્યો હતો કે, વલ્લભ સંપ્રદાયના તત્કાલીન સંત જદુનાથજી વૃજરતનજી મહારાજ પોતાની મહિલા શ્રદ્ધાળુઓ સાથે સંબંધ બનાવે છે. તેમણે વધુ એક ગંભીર આરોપ લગાવ્યો હતો કે આ સંપ્રદાયમાં કહેવામાં આવે છે કે જે પણ પુરુષ શ્રદ્ધાળુ પોતાની પત્નીને મહારાજની સાથે સુવડાવા માટે રાજી થશે તેને તેની શ્રદ્ધા પ્રદર્શિત થશે. આ મામલો એટલો બધો ઉછળ્યો હતો કે લંડનમાં બેઠેલી બ્રિટિશ સરકાર પણ હલી ગઈ હતી. તાજેતરમાં આમીર ખાનના પુત્ર જુનેદ ખાનની પ્રથમ ફિલ્મ મહારાજની રિલીઝને લઈને વિવાદ થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર ફિલ્મના ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝને લઈને નેટફ્લિક્સનો બોયકોટ થઈ રહ્યો છે.
માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ 1862ના ચર્ચિત મહારાજ લાઇબલ કેસથી પ્રેરિત છે. જેનો કેસ તત્કાલીન બોમ્બે સુપ્રીમ કોર્ટમાં લડવામાં આવ્યો હતો. આ કેસમાં વલ્લભ સંપ્રદાય પર ગંભીર આરોપ લગાવનારા પત્રકાર કરસનદાસ મૂળજી અને નાનાભાઈ રુસ્તમજી રાણીને આરોપી બનાવવામાં આવ્યા હતા. પૃષ્ટિમાર્ગી સંપ્રદાય તરફથી કરવામાં આવેલા કેસમાં જણાવવામાં આવ્યું હતું કે આ આરોપ ઘણો જ ગંભીર અને અપમાનજનક છે. હકીકતમાં પૃષ્ટિ માર્ગ સંપ્રદાયના આધ્યાત્મિક પ્રમુખોને મહારાજ કહેવામાં આવતા હતા. આ આધ્યાત્મિક પ્રમુખ 19મી સદીમાં બોમ્બેમાં પોતાના સંપ્રદાયનો વિસ્તાર કરતા હતા. 1860 આવતા આવતા સમગ્ર મુંબઈ શહેરમાં પાંચ મહારાજ થઈ ગયા હતા.
સત્ય પ્રકાશ એક ગુજરાતી સાપ્તાહિક અખબાર હતું જેની સ્થાપના સમાજ સુધારક અને પત્રકાર કરસનદાસ મૂળજીએ જ કરી હતી. તત્કાલીન મુંબઈથી પ્રકાશિત આ અખબારને 1855માં શરૂ કરવામાં આવ્યું હતું. 1861માં તેનું દાદાભાઈ નવરોજીના અખબાર રાસ્ત ગોફતારમાં વિલય થઈ ગયો હતો.
હકીકતમાં કરસનદાસ પૃષ્ટિ માર્ગીય સંપ્રદાયને માનવાવાળા વેપારી પરિવારમાંથી આવતા હતા. તેમણે પરિવારની વિરુદ્ધ જઈને પૃષ્ટિ માર્ગ સંપ્રદાયમાં ફેલાયેલ ગંદકીને ઉજાગર કરી હતી. 1855માં પ્રથમ વખત મહારાજાઓ પર યૌન શોષણનો આરોપ લાગ્યો હતો. તે સમયે બોમ્બેના સૌથી વરિષ્ઠ મહારાજ જીવનલાલે સમાજ સુધારકોના આક્ષે ફગાવી દીધા હતા.
સુરતના મહારાજ જદુનાથજી મહારાજે 14મે 1861ના રોજ બોમ્બે સુપ્રીમ કોર્ટમાં લાયબલ કેસ ફાઈલ કરી દીધો હતો જે 1862માં ખૂબ ચર્ચામાં આવ્યો હતો. આ કેસે બોમ્બેથી લઈને લંડન સુધી ઘણી ચર્ચાઓ ચગાવી હતી. તેની સુનાવણી 25 જાન્યુઆરી 1862થી શરૂ થઈ હતી અને ચાર માર્ચ, 1862ના રોજ ખતમ થઈ હતી. 22 એપ્રિલ 1862ના રોજ આ મામલામાં પત્રકાર કરસનદાસના પક્ષમાં ચુકાદો આવ્યો હતો.
આ કેસ તે વખતે એટલો બધો ચર્ચામાં હતો કે સુનાવણી દરમિયાન હજારોની સંખ્યામાં લોકો દલીલોને સાંભળવા માટે કોર્ટમાં પહોંચતા હતા. દેશ વિદેશના પત્રકાર અને મીડિયા સમૂહો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. પોતાના ચુકાદામાં જજોએ કર્યું હતું કે એક પત્રકાર સાર્વજનિક રૂપથી શિક્ષક હોય છે. પત્રકારે પોતાનું કર્તવ્ય નિભાવ્યું અને ધાર્મિક પ્રમુખે લોકોને ગુમરાહ કર્યા હતા. આ કેસ દરમિયાન ઘણા સમાજશાસ્ત્રીઓની પણ મદદ લેવામાં આવી હતી. આ સાથે તે ડોક્ટરોને પણ સાક્ષી બનાવવામાં આવ્યા જેમણે સિફોલિસ જેવી જાતીય બીમારીથી પીડિત ધાર્મિક પ્રમુખની સારવાર કરી હતી.
ફિલ્મ મહારાજને લઈને સોશિયલ મીડિયા પર બોયકોટ નેટફ્લિક્સ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો ફિલ્મમાં તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવે તો તે સહન નહીં કરે. યુઝર્સ લખી રહ્યા છે કે નેટફ્લિક્સ પ્લેટફોર્મનો બહિષ્કાર કરવો જોઈએ કેમકે તેની પર અગાઉ પણ હિન્દુ વિરોધી ફિલ્મો આવી છે. એક વ્યક્તિએ જણાવ્યું હતું કે "બાપને પીકે મેં ભગવાન શિવ કા મજાક ઉડાયા થા, બેટા હિંદુ ધર્મ કા અપમાન કર રહા હૈ". તાજેતરમાં જ બજરંગ દળે ફિલ્મની રિલીઝ અટકાવવા માટે મુંબઈની ડીંડોલી કોર્ટમાં અરજી કરી છે.