Animal Day 4: વીકેન્ડ બાદ પણ 'એનિમલ'ની જબરદસ્ત કમાણી, જાણો સોમવારે કેટલું કર્યું કલેક્શન

Updated: Dec 5th, 2023


Google NewsGoogle News
Animal Day 4: વીકેન્ડ બાદ પણ 'એનિમલ'ની જબરદસ્ત કમાણી, જાણો સોમવારે કેટલું કર્યું કલેક્શન 1 - image


Image Source: Twitter

- 'એનિમલ'એ ત્રણ દિવસમાં 200 કરોડની કમાણી કરી લીધી 

મુંબઈ, તા. 05 ડિસેમ્બર 2023, મંગળવાર

Animal Box Office Collection Day 4: ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'એનિમલ' હાલમાં ખૂબ ચર્ચામાં છે. કબીર સિંહ જેવી ફિલ્મ બનાવનાર સંદીપની 'એનિમલ' ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીના મામલે તબાહી મચાવી રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, બોબી દેઓલ, અનિલ કપૂર અને રશ્મિકા મંદાના લીડ રોલમાં છે. ફિલ્મે ઓપનિંગ ડે પર બમ્પર કમાણી કરી હતી. ત્રણ દિવસમાં જ ફિલ્મે અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. 01 ડિસેમ્બરના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મને ક્રિટિક્સના સારા રિવ્યુ મળી રહ્યા છે. ફિલ્મ 'એનિમલ'એ ત્રણ દિવસમાં 200 કરોડની કમાણી કરી લીધી છે. ત્યારે હવે બધાની નજર ચોથા દિવસના કલેક્શન પર છે.

'એનિમલ'ના ત્રણ દિવસના આંકડા

'એનિમલ'માં રણબીર કપૂરની એક્ટિંગે બધાને સરપ્રાઈઝ દીધા હતા. બીજી તરફ બોબી દેઓલને પણ તેમના રોલ માટે ચાહકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. 'એનિમલ'ને 'A' રેટિંગ મળ્યું છે. ફિલ્મમાં ઘણા બોલ્ડ સીન્સ પણ છે. 'એનિમલ'એ માત્ર ત્રણ દિવસમાં 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે. 'એનિમલ'એ રિલીઝના દિવસે 63.8 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. વર્લ્ડ વાઈડ 'એનિમલ'નું પહેલા દિવસનું કલેક્શન 116 કરોડ રૂપિયા રહ્યું છે. સપ્તાહના અંતે બોક્સ ઓફિસ પર ખૂબ સારો ઉછાળો જોવા મળ્યો હતો. શનિવારે ફિલ્મે 66.27 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો જેમાંથી માત્ર હિન્દી ભાષામાં 58.37 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. રવિવારે એટલે કે ત્રીજા દિવસે તેણે 71.46 કરોડ રૂપિયાની બમ્પર કમાણી કરી હતી.

સોમવારે કેટલું કર્યું કલેક્શન

સોમવારે બાકીના ત્રણ દિવસો કરતા બિઝનેસ થોડો ડાઉન જોવા મળ્યો હતો. સોમવારના કલેક્શન વિશે વાત કરીએ તો Sacnilkના અર્લી ટ્રેન્ડ રિપોર્ટ પ્રમાણે 'એનિમલ' એ ચોથા દિવસે 12.84 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.


Google NewsGoogle News