Get The App

Fighter Review: જાણો ફિલ્મ ફાઈટરનો ફર્સ્ટ ડે રિવ્યૂ, શું દર્શકોની આશા પર ખરા ઉતર્યા ઋતિક-દીપિકા?

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
Fighter Review: જાણો ફિલ્મ ફાઈટરનો ફર્સ્ટ ડે રિવ્યૂ, શું દર્શકોની આશા પર ખરા ઉતર્યા ઋતિક-દીપિકા? 1 - image


Image Source: Twitter

મુંબઈ, તા. 25 જાન્યુઆરી 2024 ગુરૂવાર

ઋતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ફાઈટર ગુરુવારે રિલીઝ થઈ ગઈ છે. થિયેટર્સમાં ફિલ્મે ગ્રાન્ડ એન્ટ્રી કરી છે કેમ કે રિલીઝ સાથે જ એક્સ પર ફાઈટર ફર્સ્ટ ડે ફર્સ્ટ શો ટ્રેન્ડ કરવા લાગ્યુ છે. ફાઈટર ગણતંત્ર દિવસના અવસરે રિલીઝ થઈ છે. દરમિયાન ફિલ્મને એક લાંબો વીકેન્ડ મળવાનો છે. જો તમે પણ પરિવાર સાથે આ પેટ્રિયોટિક ફિલ્મને જોવાનું વિચારી રહ્યા છો તો એકવાર ફાઈટરનું પબ્લિક રિવ્યૂ જરૂર વાંચી લેજો.

એક્ટર્સની એક્ટિંગ કેવી છે

ઈન્ટરવલ પહેલા ફાઈટરનો રિવ્યૂ આપતા એક યૂઝરે કહ્યુ, ધ્યાન ખેંચનાર સ્ક્રીનપ્લે તમામ એક્ટર્સની એક્ટિંગ શાનદાર છે. દીપિકા પાદુકોણ તમામ લાઈમલાઈટ લઈ જાય છે અને ઋતિક રોશન ફિલ્મની યુએસપી છે. પ્લોટ રસપ્રદ છે. સિદ્ધાર્થ આનંદનું ડાયરેક્શન તાળીઓના લાયક છે. ફાઈટર એક વિનર છે.

ફિલ્મનું એરિયલ એક્શન કેવુ છે

ફિલ્મના એરિયલ એક્શન વિશે જણાવતા એક અન્ય યૂઝરે કહ્યુ, ફાઈટરના એરિયલ શોટ્સ માત્ર જોવામાં સારા લાગતા નથી. આ તમારા શ્વાસ રોકી દે છે. ઋતિક રોશનની ફિલ્મ સારી છે. 

શું VFXએ ઈમ્પ્રેસ કર્યા?

દીપિકા પાદુકોણ અને ઋતિક રોશનની કેમેસ્ટ્રીના વખાણ કરતા એક યૂઝરે કહ્યુ, ઋતિક અને દીપિકાની વચ્ચેની કેમેસ્ટ્રી જોરદાર છે, એક્શન હાઈ લેવલનું છે. વીએફએક્સ, સિનેમેટોગ્રાફી, બીજીએમ, સ્ટોરીલાઈન અને સિદ્ધાર્થ આનંદનું ડાયરેક્શન ટોપ છે. શરૂઆતથી અંત સુધી રૂંવાડા ઊભા કરી દેનારુ છે.

શું ફાઈટર હિટ થશે

ફાઈટરનો રિવ્યૂ આપતા એક યૂઝરે કહ્યુ, વિઝ્યુઅલ, એક્ટિંગ અને ઈમોશન બધુ જ સારુ છે. ઋતિક રોશનની એન્ટ્રીએ થિયેટરને સ્ટેડિયમમાં બદલી નાખ્યુ.

શું આશા પર ખરા ઉતર્યા ઋતિક રોશન?

ઋતિક રોશન વિશે વાત કરતા એક દર્શકે રિવ્યૂ આપ્યો, ઋતિકે એક વાર ફરી સાબિત કરી દીધુ છે કે તેઓ બેસ્ટ કેમ છે. તેઓ સૌથી ટેલેન્ટેડ એક્ટર છે અને એકવાર ફરી ફાઈટર સાથે ગ્રાન્ડ વિનર બને છે.


Google NewsGoogle News