Get The App

જાણો ભારતીય સિનેમાની ફર્સ્ટ લેડી વિશેઃ તાવમાં પણ પતિ કરાવતો હતો કામ

Updated: Jan 20th, 2023


Google NewsGoogle News
જાણો ભારતીય સિનેમાની ફર્સ્ટ લેડી વિશેઃ તાવમાં પણ પતિ કરાવતો હતો કામ 1 - image


-  ભારતીય સિનેમા હવે જે સ્ટેજ પર છે તેમાં દેવિકા રાનીનું મોટું યોગદાન છે

મુંબઈ, તા. 20 જાન્યુઆરી 2023, શુક્રવાર

ભારતીય સિનેમાની ફર્સ્ટ લેડી તરીકે ઓળખાતી દેવિકા રાની બોલ્ડ, સ્પષ્ટવક્તા અને પોતાની શરતો પર જીવન જીવવાની ક્ષમતા ધરાવતી હતી. ખૂબ જ સુંદર દેવિકાએ એવા સમયે સિલ્વર સ્ક્રિન પર પ્રવેશ કર્યો જ્યારે મહિલાઓના ઘરની બહાર નીકળવા પ્રતિબંધ હતો. દેવિકાએ એક્ટ્રેસ બનીને સમાજને નવી દીશા બતાવી અને ફિલ્મ જગતમાં મહિલાઓના પ્રવેશનો રસ્તો સરળ બનાવ્યો. ભારતીય સિનેમા હવે જે સ્ટેજ પર છે તેમાં દેવિકા રાનીનું મોટું યોગદાન છે. 

આ ઉપરાંત પડદા પરના કિસ સીન માટે પણ તેમને યાદ કરવામા આવે છે. આજે પણ કિસિંગ સીન પર હોબાળો મચી જાય છે તો વિચારો દેવિકા રાનીએ જ્યારે એ સમયે કિસિંગ સીન આપ્યો હશે ત્યારે શું થયું હશે. વિદેશમાં ભણેલી-ગણેલી સ્વતંત્ર વિચારો ધરાવતી દેવિકાએ પોતાની પ્રોફેશન લાઈફમાં ભલે વિશ્વમાં ભારતનું નામ ઉંચુ કર્યું હોય પરંતુ તેમનું અંગત જીવન ખૂબ જ મુશ્કેલીભર્યું હતું. તેમણે જેને જીવનસાથી બનાવ્યો તેના દ્વારા માનસિક અને શારીરિક બંને પ્રકારની યાતના મળી હતી

દેવિકા-હિમાંશુનો કિસિંગ સીન ચર્ચામાં હતો

ફિલ્મો આવતા પહેલા જ એક્ટર-ફિલ્મ મેકર હિમાંશુ રાય સાથે મુલાકાત થઈ હતી. હિમાંશુ અને દેવિકા વચ્ચે 16 વર્ષનું અંતર હતું પરંતુ તે એકબીજાને પસંદ કરવા માંડ્યા અને લગ્ન કરી લીધા હતા. વર્ષ 1933માં આવેલી ફિલ્મ 'કર્મા'માં દેવિકા અને હિમાંશુએ એક દંપતિની ભૂમિકા બજવી હતી. આ ફિલ્મમાં તેમણે આશરે 4 મિનિટ લાંબો કિસિંગ સીન આપ્યો હતો. બધુ બરાબર ચાલી રહ્યું હતું. બંને પોતાના સપનાઓને સાચા કરવામાં લાગી ગયા હતા. દેવિકા સાથે મારપીટ કરવા લાગ્યા હિમાંશુ

હિમાંશુ સાથે મળીને દેવિકાએ પ્રથમ પ્રોફેશનલ સ્ટૂડિયો બોમ્બે ટોકિઝનો પાયો નાંખ્યો હતો અન તનતોડ મહેન કરી હતી. આશરે એક ડઝન ફિલ્મોમાં કામ કર્યું હતું. સુંદર અને ટેલેન્ટેડ અભિનેત્રી દર્શકોની પ્રિય બની ગઈ હતી. તે ખૂબ જ મહેનત કરી રહી હતી પરંતુ તેનો શ્રેય નહોતો મળતો. આ દરમિયાન દેવિકાને ખબર પડી કે હિમાંશુ પહેલાથી જ પરિણીત છે અને એક પુત્રીના પિતા છે તો તેમના સંબંધમાં ખટાશ આવવા લાગી. રિશ્તો એટલી હદે તૂટવા લાગ્યો કે હિમાંશુ રાય દેવિકા રાયને ટોર્ચર કરવા લાગ્યા હતા. તેમની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતા હતા. ખૂબ જ તાવમાં પણ સખત મહેનત કરવા માટે દબાણ કરતા હતા. એક વખત તેણે દેવિકા રાનીને એટલી ખરાબ રીતે મારી હતી કે તે જમીન પર પડી ગઈ હતી અને લોહી વહેવા લાગ્યું હતું. 

દેવિકાને બીજા પતિથી મળ્યુ સુખ

દ્વિતિય વિશ્વ યુદ્ધ શરૂ થવાથી બોમ્બે ટોકીઝ પર ખરાબ અસર પડી અને જર્મન સ્ટાફને અંગ્રેજો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હિમાંશુ રાયને નર્વસ બ્રેકડાઉન થયું અને તેમનું અવસાન થઈ ગયું. હિમાંશુના અવસાન બાદ દેવિકાએ પ્રોડ્યુસર તરીકે સ્ટૂડિયો ચલાવ્યો હતો. ત્યારબાદ સ્ટૂડિયોના તમામ શેર વેચી રશિયન કલાકાર સ્વેતોસ્લાવ રોરીચ સાથે લગ્ન કરી લીધા હતા. તેમને રોરીચ સાથે લગ્ન પછી જ તે જીવવા માંગતી હતી તેવું જીવન મળ્યું હતું. આ માહિતી કિશ્વર દેસાઈના પુસ્તક 'ધ લોંગેસ્ટ કિસઃ ધ લાઈફ એન્ડ ટાઈમ્સ ઓફ દેવિકા રાની'માં આપવામાં આવી છે. 


Google NewsGoogle News