Get The App

ડોન થ્રીમાં કિયારાની એન્ટ્રી લોકોએ કહ્યું, ફિલ્મ ફલોપ જશે

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
ડોન થ્રીમાં કિયારાની એન્ટ્રી લોકોએ કહ્યું, ફિલ્મ ફલોપ જશે 1 - image


- રોમાના રોલમાં પ્રિયંકાને બદલે કિયારા

- કિયારાની પસંદગીથી નેટયૂઝર્સ નારાજ ફિલ્મનું કાસ્ટિંગ બેકાર હોવાનો અભિપ્રાય

મુંબઇ : ફરહાન અખ્તરની ડોન થ્રીમાં રણવીરની હિરોઈન તરીકે કિયારા અડવાણીની પસંદગીની સત્તાવાર જાહેરાત કરાઈ છે. જોકે, કિયારાની પસંદગીથી અનેક ચાહકો નારાજ થયા છે. ચાહકોને મતે બેકાર કાસ્ટિંગને લીધે આ ફિલ્મ ફલોપ જશે. 

'ડોન'ના પહેલા બંને ભાગમાં શાહરુખ સાથે પ્રિયંકાની જોડી હતી. જોકે, શાહરુખ અને પ્રિયંકાના સંબંધોની અફવા ચાલ્યા બાદ શાહરુખના પરિવારે તેને પ્રિયંકા સાથે ક્યારેય કામ નહીં કરવાની તાકીદ કરી હતી. 

'ડોન થ્રી ' બનાવવાની જાહેરાત થઈ ત્યારે તેમાં શાહરુખની હિરોઈન પ્રિયંકા નહીં હોય તે પહેલેથી જ નક્કી હતું. જોકે, શાહરુખને આ ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ નહીં પડતાં તેણે તે છોડી દીધી હતી અને તેની જગ્યાએ રણવીરની એન્ટ્રી થઈ હતી. તે પછી રોમાના રોલમાં ફરી પ્રિયંકા રિપિટ થશે કે પછી અન્ય હિરોઈનને પસંદ કરાશે તે અંગે અટકળો ચાલી  હતી. આ રોલ માટે શોભિતા ધુલીપાલ સહિતની કેટલીય હિરોઈનો હોડમાં હતી. જોકે, ફરહાન અખ્તરે આજે કરેલી સત્તાવાર ઘોષણા મુજબ કિયારા રોમાની મૂમિકા ભજવશે. 

આ જાહેરાત થયા બાદ સોશિયલ મીડિયા પર ચાહકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રણવીર અને કિયારાની જોડી ચાલે તેમ નથી. કિયારા બહુ ક્યુટ ચહેરો ધરાવે છ ેઅને તે 'ડોન'ની હિરોઈન તરીકે જામશે જ નહીં. અનેક લોકોએ અત્યારથી જ આગાહી કરી દીધી છે કે આ ફિલ્મ ફલોપ જશે. 


Google NewsGoogle News