કિયારા માતા બનવાની ઘોષણા પછી પહેલી વાર જાહેરમાં જોવા મળી
- અભિનેત્રીએ પાપારાત્ઝીઓથી શુભેચ્છા લીધી અને હસતા ચહેરે પોઝ આપ્યા
મુંબઇ : કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ હાલમાં જ પેરન્ટસ બનવાના ખુશીના સમાચાર પ્રશંસકો સાથે શેર કર્યા છે.
આ પછી અભિનેત્રી શનિવારે સવારે પ્રથમ વખત મુંબઇમાં જાહેરમાં જોવા મળી હતી. તે પોતાની ફિલ્મના શૂટિંગ માટે આવી હતી ત્યારે પાપારાત્ઝીઓએ તેને માતા બનવા માટે શુભેચ્છાઓ આપી હતી. અભિનેત્રીનો ચહેરો ગ્લો મારતો હતો. તેણે પાપારાત્ઝીઓપાસેથી શુભેચ્છાઓ લીધી હતી તેમજ પોતાની ખુશી શેર કરીને તેમને વિવિધ પોઝ પણ આપ્યા હતા. આ પછી અભિનેત્રી પોતાની વેનિટી વેનમાં જતી રહી હતી.
કિયારા અડવાણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે સફેદ શર્ટમાં હસતા ચહેરે જોવા મળી રહી છે. તેમજ પાપારાત્ઝીઓ પાસેથી શુભેચ્છા લેતી વખતે અભિનેત્રીના ચહેરા પર શરમની લાલી પણ જોવા મળી હતી.
૨૦૨૨માં સિદ્ધાર્થ અને કિયારા કરણ જોહરના એક રિયાલિટી શોમાં અલગ-અલગ એપિસોડમાં જોવા મળ્યા હતા ત્યારે કરણ જોહરે પ્રથમ વખત તેમના સંબંધો વિશે જાહેરમાં વાત કરી હતી.