Get The App

કિયારાની તબિયત બગડતા આવનારી ફિલ્મની પ્રમોશનલ ઇવેન્ટનો હિસ્સો ન બની શકી

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
કિયારાની તબિયત બગડતા આવનારી ફિલ્મની પ્રમોશનલ ઇવેન્ટનો હિસ્સો ન બની શકી 1 - image


- અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કર્યાની અફવાનું તેની ટીમે ખંડન કર્યું

મુંબઇ : કિયારા અડવાણી પોતાની આગામી ફિલ્મની પ્રમોશનલ ઇવેન્ટનો હિસ્સો નાતંદુરસ્ત સ્વાસ્થ્યના કારણે બની શકી નહીં. આ ઇવેન્ટ શનિવારે યોજાનાવાની હતી જેમાં તેની આવનારી ફિલ્મ ગેમ ચેન્જરનું ટ્રેલર રિલીઝ કરવામાં આવવાનું હતું. પરંતુ અભિનેત્રીની તબિયત ખરાબ હોવાથી આવી શકી નહોતી. કિયારાની તબિયત ખરાબ થઇ જતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાની અફવાનું તેની ટીમે ખંડન કર્યું હતું. 

અભિનેત્રીની ટીમે કિયારાની હેલ્થનું અપડેટ આપતાં કહ્યું હતું કે, કિયારાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી નથી. ડોકટેરે તેને ઘરમાં જ આરામ કરવાની સલાહ આપી છે.અભિનેત્રી એક પછી એક પ્રોજેક્ટ પર સતત કામ કરીરહી હોવાથી તે થાકી ગઇ  છે અને ડોકટરો તેને આરામ કરવાની સલાહ આપી છે. 

કિયારા અડવાણી અને રામ ચરણની ગેમ ચેન્જર ફિલ્મ ૧૦ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ રિલીઝ કરવામાં આવશે.


Google NewsGoogle News