પ્રભાસની સાલાર ટૂમાં કિયારા અડવાણીની એન્ટ્રી
- રામચરણ પછી હવે પ્રભાસની પણ હિરોઈન બનશે
- ડોન થ્રી અંગે અનિશ્ચિતતા સર્જાતા કિયા રહે સાઉથ પર ફોકસ કર્યું હોવાની ચર્ચા
મુંબઈ : પ્રભાસ ની ફિલ્મ 'સાલાર'ના બીજા ભાગમાં કિયારા અડવાણીની એન્ટ્રી થાય તેવી શક્યતા છે. સાઉથના ફિલ્મી વર્તુળોેમાં ચાલતી ચર્ચા મુજબ 'સાલાર'ભાગ એકને ઉત્તર ભારતીય બેલ્ટમાં જોઈએ તેઓ પ્રતિસાદ મળ્યો ન હતા. તે પરથી તેની પાન ઇન્ડિયા લોકપ્રિયતા વધારવા માટે કિયારાને હિરોઈન તરીકે કરારબદ્ધ કરવામાં આવે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે કિયારા રામચરણની 'ગેમ ચેન્જર'માં પણ હિરોઈન છે આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે આમ કિયારા ને સાઉથમાં રામચરણ પછી બીજા મોટા હીરો પ્રભાસની હિરોઈન બનવાની તક મળી રહી છે.
બોલીવુડના સૂત્રોના જણાવ્યા અનુસાર કિયારા અડવાણી પાસે હાલ રણવીર સિંહ સાથેની 'ડોન ૩' ફિલ્મ હાથ ઉપર છે જોકે આ ફિલ્મનું શૂટિંગ ક્યારે શરૂ થશે તે અંગે અને અટકળો સિવાય છે. એક દાવો તો એવો પણ છે કે ફરહાન અખ્તરે કદાચ લાંબા સમય સુધી આ ફિલ્મનું શૂટિંગ મુલત્વીે રાખ્યું છે. આ સંજોગોમાં પોતાની કારકિર્દીને ગતિ આપવા માટે કિયારાએ સાઉથ પર ફોકસ કરવાનું નક્કી કર્યું હોય તે શક્ય છે.