Get The App

કિયારા અડવાણી વધુ એક હોરર કોમેડી શક્તિ શાલિનીમાં દેખાશે

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
કિયારા અડવાણી વધુ એક હોરર કોમેડી શક્તિ શાલિનીમાં દેખાશે 1 - image


- અગાઉ ભૂલભૂલૈયા ટૂ કરી ચૂકી છે

- સ્ત્રી ફ્રેન્ચાઈઝીના સર્જકોની ફિલ્મ શક્તિ શાલિની આ વર્ષના અંતે રીલિઝ થશે

મુંબઇ : કિયારા અડવાણી વધુ એક હોરર કોમેડી ફિલ્મ 'શક્તિ શાલિની'માં મહત્વની ભૂમિકા ભજવશે. 'સ્ત્રી' ફ્રેન્ચાઈઝીના સર્જકો આ ફિલ્મ બનાવી  રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષના અંતે રીલિઝ થવાની છે. 

 ભારતીય લોકકથાઓથી પ્રેરિત આ પ્રોજેક્ટનું દિગ્દર્શન અજીતપાલ સિંહ કરવાનો છે. 

શક્તિ શાલીની મેડોક ફિલ્મસની પાંચમી સ્ટેન્ડએલોન ફિલ્મ બનશે. એક રિપોર્ટના અનુસાર, ફિલ્મનું પ્રોડકશન એપ્રિલ-મેમાં શરૂ કરવામાં આવશે. ફિલ્મની વાર્તા લોકકથાઓથી પ્રેરિત હશે અને તેમાં હોરર અને હાસ્યનું મિશ્રણ સમાવવામાં આવશે. કિયારા અગાઉ હોરર કોમેડી 'ભૂલભૂલૈયા ટૂ'માં કામ કરી ચૂકી છે. 


Google NewsGoogle News