યશ સાથેની એક ફિલ્મમાં કરીનાના સ્થાને કિયારા અડવાણી ગોઠવાઇ ગઇ

Updated: Mar 24th, 2024


Google NewsGoogle News
યશ સાથેની એક ફિલ્મમાં કરીનાના સ્થાને કિયારા અડવાણી ગોઠવાઇ ગઇ 1 - image


- કરીનાએ વધુ પડતી ફી માંગતા તેને ફિલ્મસર્જકે પડતી મુક્યાની ચર્ચા

મુંબઇ : સાઉથના અભિનેતા યશની આગામી ટોક્સિક હાલ ચર્ચામાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન નેશનલ એવોર્ડ વિનર ગીતૂ મોગનદાસ બનાવી રહી છે. થોડા સમય પહેલા રિપોર્ટ હતો કે, આ ફિલ્મમાં યશ સાથે જોડી કરીના કપૂર ખાન જમાવાની છે. કરીાનએ પણ એક પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તે  સાઉથની એક બિગ બજેટમાં કામ કરવાની છે. પરંતુ હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે, આ ફિલ્મમાં કિયારા અડવાણી મુખ્ય રોલમાં જોવા મળવાની છે.કરીના કપૂર ખાનના હાથમાંથી આ ફિલ્મ જતી રહી છે.  જોકે એક રિપોર્ટના અનુસાર આ ફિલ્મોમાં બે હિરોઇનો હોવાની અટકળ છે. 

હાલમાં એક રિપોર્ટ આવ્યો છે કે, યશ સાથે સાઉથની ફિલ્મમાં કરીના કપૂર ખાન નહીં પરંતુ કિયારા અડવાણી જોવા મળશે. રિપોર્ટની માનીએ તો કરીના કપૂર ખાને અધધધ ફી માંગી હતી. પરિણામે ફિલ્મસર્જકે કરીનાને પડતી મુકી દીધી અને કિયારા અડવાણીને ગોઠવી દીધી છે.


Google NewsGoogle News