કિયારા અડવાણી અને ઈશા અંબાણીએ સાથે વિતાવ્યુ છે બાળપણ, તસવીરોમાં જોવા મળ્યુ ખાસ બોન્ડિંગ
મુંબઈ, તા. 08 ફેબ્રુઆરી 2023 બુધવાર
બોલીવુડ એક્ટ્રેસ કિયારા અડવાણી અને ઈશા અંબાણી ખૂબ સારા મિત્રો છે. કિયારા અને ઈશાએ મુંબઈની એક જ સ્કુલમાંથી અભ્યાસ કર્યો છે. બંનેએ પોતાનું બાળપણ સાથે વિતાવ્યુ છે.
કિયારા અડવાણી અને દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીની મિત્રતા અત્યારે ખૂબ ચર્ચામાં છે. કિયારાના લગ્નમાં તેની બેસ્ટ ફ્રેન્ડ ઈશા અંબાણીએ પણ હાજરી આપી હતી.
ઈશા અંબાણી અને કિયારા અડવાણીએ કેથેડ્રલ અને જોન કોનન સ્કુલ, મુંબઈમાંથી પોતાનો સ્કુલનો અભ્યાસ પૂરો કર્યો છે.
વર્ષ 2018મા ઈશા અંબાણીની સગાઈના અવસરે કિયારા અડવાણીએ પોતાની મિત્ર ઈશા માટે નોટ શેર કર્યુ હતુ. આ પોસ્ટની ચર્ચા સોશિયલ મીડિયા પર ખૂબ કરવામાં આવી હતી.
કિયારા અડવાણી ટીવી ઈન્ટરવ્યુમાં ઈશા અંબાણી વિશે ઘણી બધી વાતો કહી ચૂકી છે. ધ કપિલ શર્મા શો માં કિયારા અડવાણીએ એ પણ જણાવ્યુ હતુ કે તે ઈશાની ક્લોઝ ફ્રેન્ડ છે.