Get The App

ખુશી કપૂર અને વેદાંગ રૈના હવે સાથે હરવાફરવા લાગ્યાં

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
ખુશી કપૂર અને વેદાંગ રૈના હવે સાથે હરવાફરવા લાગ્યાં 1 - image


ડેટિંગની અટકળોને વધુ સમર્થન મળ્યું

અનુરાગ કશ્યપની પુત્રીની પાર્ટીમાં સાથે આવ્યાં  અગાઉ માત્ર મિત્રો હોવાનો દાવો કર્યો હતો

મુંબઇ: ખુશી કપૂર અને વૈદાંગ રૈના અનુરાગ કશ્યપની દીકરી આલિહાની બર્થ ડે પાર્ટીમાં સાથે દેખાયાં હતાં. તેમની ડેટિંગની અટકળોને હવે વધુ સમર્થન મળ્યું છે. 'આર્ચિઝ' ફિલ્મના સહકલાકારો વેદાંગ અને ખુશી ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા છે. જોકે, અગાઉ વેદાંગે ખુશી માત્ર સારી મિત્ર હોવાનું ગણાવ્યું હતું. ખુશી કપૂરે પણ તાજેતરમાં એક ચેટ શોમાં આ પ્રકારનો જ દાવો કર્યો હતો. 

જોકે, બંને અવારનવાર સાથે દેખાય છે. જાહ્વવી કપૂરે પણ વેદાંગ બહુ ક્યુટ હોવાનું કહી તેની પ્રશંસા કરી હતી. 

'આર્ચિઝ'નાં અન્ય સહકલાકારો સુહાના ખાન તથા અગત્સ્ય નંદા વચ્ચે પણ ડેટિંગ ચાલતું હોવાનું કહેવાય છે. અગાઉ મનાતું હતું કે ફિલ્મના પ્રચારના ભાગ રુપે આવી વાતો ઉડાવવામાં આવી રહી છે. જોેકે, ફિલ્મ રીલીઝ થયા પછી પઁણ બંને અવારનવાર સાથે દેખાઈ રહ્યાં છે.



Google NewsGoogle News