ખુશી કપૂર અને વૈદાંગ રૈના દુબઈમાં સાથે ફરવા ગયાં

Updated: Apr 12th, 2024


Google NewsGoogle News
ખુશી કપૂર અને વૈદાંગ રૈના દુબઈમાં સાથે ફરવા ગયાં 1 - image


- ખુશી અને કો સ્ટાર વૈદાંગ વચ્ચે ડેટિંગ 

- ખુશી એક શોપમાં શોપિંગ કરતા જોવા મળી , જોકે  વૈદાંગનો ચહેરો દેખાતો નથી

મુંબઇ: ખુશી કપૂર પોતાના કો-સ્ટાર વેદાંગ રૈનાને ડટ કરી રહી હોવાની ચર્ચા છે. બન્ને જણાએ 'આર્ચિઝ'માં સાથે કામ કર્યું છે. તેવામાં તેઓ દુબઇમા ંસાથે જોવા મળ્યા હોવાની માહિતી છે. 

આ દરમિયાન    એક સોશિયલ મીડિયા યુઝરે ખુશી કપૂરની સાથે એક અજાણ્યો યુવક હોવાનું જણાવ્યું હતું.તેણે કહ્યું હતુ ંકે ખુશી આ મિસ્ટ્રી મેન સાથે દુબઇમાં ફરી રહી છે. તેણે લખ્યું હતું કે, ખુશી કપૂર ડયુટી ફ્રી સોપ એક કેરી ઓન બેગ સાથે જોવા મળી હતી. જોકે મને તેની આ તસવીર પીઠ પાછળની મળી છે ફ્રન્ટથી હું તસવીર લઇ શક્યો નથી. 

ખુશી તથા આ યુવક બંનેએ ટવિનિંગ કર્યાનું જણાય છે. આ યુવક વૈદાંગ હોવાની શક્યતા છે એમ આ યૂઝરે જણાવ્યુ ંહતું. 

ઉલ્લેખનીય છે કે હજુ થોડા દિવસો  પહેલાં જ ખુશીની મોટી બહેન જાહ્વનીએ શિખર પહાડિયા સાથેનાં તેના રિલેશનને ઓફિશિયલ કર્યાં હતાં. 



Google NewsGoogle News