ખુશી અને જૂનૈદની રોમાન્ટિક ફિલ્મનું શૂટિંગ આવતા મહિનેથી
- મૂળ તમિલ ફિલ્મ લવ ટૂડેની રિમેક હશે
- આમિર ખાનના પુત્ર તથા શ્રીદેવીની દીકરીની જોડીની ફિલ્મ અદ્વૈત ચંદન દિગ્દર્શિત કરશે
મુંબઈ : ખુશી કપૂર અને જુનૈદ ખાનની રોમાન્ટિક ફિલ્મનું શૂટિંગ આવતા મહિને શરુ થશે. આ ફિલ્મ મૂળ તમિલ 'લવ ટૂડે'ની હિંદી રિમેક હશે. ફિલ્મનું શૂટિંગ લાલસિંહ ચઢ્ઢાનો ડાયરેક્ટર 'અદ્વૈત ચંદન' કરવાનો છે. આ ફિલ્મ ફલોપ થઈ હોવા છતાં પણ આમિરે દીકરાની ફિલ્મ માટે તેના પર ભરોસો રાખ્યો છે. ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઈનલ થઈ ગઈ છે. શૂટિંગ આવતા મહિને શરુ થશે. પહેલું શિડયૂલ દિલ્હીમાં યોજાવાનું છે.
ખુશી કપૂરની પહેલી ફિલ્મ 'આર્ચીઝ' ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થઈ હતી. જોકે, આ ફિલ્મમાં તેની એક્ટિંગની બહુ ટીકા થઈ હતી. તેની ઈબ્રાહિમ અલી ખાન સાથેની એક ફિલ્મ પણ ઓટીટી પર આવવાની છે.
બીજી તરફ જૂનૈદ ખાનની ફિલ્મ 'મહારાજા' બહુ લાંબા સમયથી તૈયાર છે અને તે પણ સીધી ઓટીટી પર જ રીલીઝ થવાની છે.