અજયની ફિલ્મોનો ખડકલો, એક વર્ષમાં પાંચ રીલીઝ થશે
- બોક્સ ઓફિસ ઓવર એક્સપોઝરનું રિસ્ક
- માર્ચથી એપ્રિલના 50 દિવસમાં જ ત્રણ ફિલ્મ : કલેક્શન પર અસર પડી શકે
મુંબઇ : અજય દેવગણની આ વર્ષે પાંચ ફિલ્મો રીલીઝ થવાની છે. તેની ફિલ્મોની રીલીઝ ડેટ આઘીપાછી થતાં આ સ્થિતિ સર્જાઈ છે. આ સંજોગોમાં અભિનેતાને ઓવરએક્સપોઝરનું જોખમ સતાવી રહ્યું છે.
આગામી માર્ચમાં તેની 'શૈતાન' અને પછી એપ્રિલમાં 'મૈદાન' અને 'ઔરો મેં કહા ંદમ થા' રીલીઝ થવાની છે. તે પછી ઓગસ્ટમાં 'સિંઘમ અગેઈન' અને વર્ષના અંતે 'રેઈડ ટૂ' રીલીઝ થવાની છે.
આ પાંચમાંથી 'શૈતાન' ગુજરાતી ફિલ્મની રિમેક છે અને 'સિંઘમ અગેઈન' તથા 'રેઈડ ટૂ' ફ્રેન્ચાઈઝી ફિલ્મો છે.
ટ્રેડ વર્તુળા માને છે કે અજય દેવગમની 'સિંઘમ અગેઈન' સિંઘમ બ્રાન્ડના કારણે ટિકિટબારી પર ઉજ્જવળ શક્યતાઓ ધરાવે છે. જોકે આ ફિલ્મની ટક્કર અલ્લુ અર્જુુનની 'પુષ્પા ટૂ' સાથે થવાની છે.
અજય દેવગણ છેલ્લા કેટલાક સમયથી તેની કારકિદીના નબળા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. પાછલાં વર્ષોમાં તેની 'દૃશ્યમ ટૂ ' સિવાય એક પણ ફિલ્મ સારી ચાલી નથી.