જલિયાવાલા બાગ હત્યાકાંડ પર આધારિત અક્ષય કુમારની નવી ફિલ્મ, 'કેસરી ચેપ્ટર 2' નું ટ્રેલર રિલીઝ
Kesari Chapter 2 Trailer Out: અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી ચેપ્ટર 2' ના ટીઝર રિલીઝ પછી હવે ફાઈનલી ટ્રેલર પણ આજે એટલે 3 એપ્રિલ, 2025એ મેકર્ઝએ રિલીઝ કરી દીધું છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે અભિનેતા આર માધવન અને એક્ટ્રેસ અનન્યા પાંડે પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. જેમાં 1919 માં થયેલા ક્રૂર જલિયાવાલા બાગ હત્યાકાંડના વિષે દેખાડવામાં આવ્યું છે. ફિલ્મમાં સ્ટાર્સ વકીલનું કેરેક્ટર પ્લે કરતા દેખાઈ રહ્યા છે.
ટ્રેલરમાં શું બતાવવામાં આવ્યું છે ?
'કેસરી ચેપ્ટર 2' ના ટ્રેલરમાં જલિયાવાલા બાગ હત્યાકાંડનું સત્ય દેખાડવામાં આવ્યું છે. ટ્રેલરની શરુઆતમાં અક્ષય કુમાર કોર્ટ રૂમમાં ઉભા થઈને બ્રિટીશ અધિકારી જનરલ ડાયરને સવાલ પુછતાં દેખાઈ રહ્યા છે. ફિલ્મમાં અક્ષય વકીલ સી.એન.નાયરનું કેરેકટર પ્લે કરતા દેખાઈ રહ્યા છે. અક્ષય પૂછે છે કે, 'ભીડને હટાવવા માટે વોર્નિંગ તમે કઈ રીતે આપી હતી, શું તમે ટીયર ગેસ ફેક્યો હતો કે હવામાં ગોળીયો ચલાવી હતી ?' આ વાતના જવાબમાં ડાયર ના પાડે છે. ત્યારબાદ અક્ષયે કહ્યું, 'તો શું તમે કોઈ પણ વોર્નિંગ વગર ભીડપર ગોળીયો ચલાવી હતી.' આના જવાબમાં ડાયરે કહ્યું કે, 'એ ભીડ થોડી હતી એ તો ટેરરિસ્ટ હતા.' ત્યાં જ આર માધવન ઓપોઝીશનના વકીલના રૂપમાં દેખાઈ રહ્યા છે અને અનન્યા એવી મહિલાઓમાંથી છે જેણે તે વખતે લો ભણતી હોય. આ ટ્રેલરમાં એ હત્યાકાંડનું ભયાનક રૂપ જોવા મળી રહ્યું છે, જેને જોઇને દરેક માણસ ધ્રુજી ઉઠશે. હવે જોવાનું એ રહેશે કે અક્ષય કેસ જીતશે કે નહિ એ તો ફિલ્મ રિલીઝ થશે પછી જ ખબર પડશે.
લોકોને ટ્રેલર ખુબ પસંદ આવ્યું
જયારથી 'કેસરી ચેપ્ટર 2' નું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી જ લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ટ્રેલરને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. હવે પ્રશ્નએ થાય છે કે જેટલું ટ્રેલરે લોકોને ઈમ્પ્રેસ કર્યા છે, શું એટલું જ ઈમ્પ્રેસ ફિલ્મ કરી શકશે, શું અક્ષય આ ફિલ્મથી પોતાની ઉપર લાગેલો ફ્લોપનો ટેગ હટાવી શકશે?
2019માં રિલીઝ થઇ હતી 'કેસરી ચેપ્ટર 1'
અક્ષય કુમારની 'કેસરી ચેપ્ટર 1' 2019માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં અક્ષય કુમારે હવલદાર ઈશર સિંહનું કેરેક્ટર પ્લે કર્યું હતુ, જેમાં સારાગઢના યુદ્ધને દેખાડવામાં આવ્યું હતું. ફિલ્મની સ્ટોરીમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે 21 શીખોએ પોતાના જીવને જોખમમાં મુક્યો હતો. હવે કેસરી 2 માં આનાથી અલગ એક સ્ટોરી જોવા મળશે, જેને જોઈને બીક લાગી જશે.
ક્યારે રિલીઝ થઇ રહી છે 'કેસરી 2' ?
અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી ચેપ્ટર 2' ની સ્ટોરી પુષ્પા પલાતે અને રઘુ પલાતની લખેલી પુસ્તક 'ધ કેસ ધેટ શૂક ધ એમ્પાયર' પર આધારિત છે. ત્યાં જ આ ફિલ્મનું નિર્દેશન કરણ સિંહ ત્યાગીએ કર્યું છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં 18 એપ્રિલ 2025એ રિલીઝ થઇ થઇ રહી છે.