VIDEO: લોકસભા ચૂંટણી વચ્ચે રશ્મિકા મંદાના પર ભડકી કોંગ્રેસ, કહ્યું- ‘આ ED ડાયરેક્ટેડ એડ છે’
Lok Sabha Election 2024 : બોલીવૂડ અભિનેત્રી રશ્મિકા મંદાના (Rashmika Mandanna)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ‘અટલ બિહારી વાજપેયી સેવરી-ન્હાવા શેવા અટલ સેતુ’નો એક પ્રમોશન વીડિયો પોસ્ટ કર્યા બાદ ભારે ટ્રોલનો સામનો કરવો પડ્યો છે. એટલું જ નહીં કોંગ્રેસે (Congress) પણ મંદાના પર નિશાન સાધ્યું છે. કેરલ કોંગ્રેસે મંદાનાની ટીકા કરતા કહ્યું કે, બોલીવૂડ (Bollywood) અભિનેત્રીએ જે વીડિયો પોસ્ટ કર્યઓ છે, તે EDએ બનાવેલો છે.
અટલ સેતુ બ્રિજ મુદ્દે કોંગ્રેસે મંદાના પર સાધ્યું નિશાન
કેરલ કોંગ્રેસે એક્સ પર લખ્યું છે કે, ‘ડિયર રશ્મિકા મંદાના જી, દેશના લોકોએ પહેલા પણ પેડ એડ્સ અને સરોગેટ એડ્સ જોઈ છે. એવું પહેલીવાર બન્યું છે કે, અમે ઈડી ડાયરેક્ટેડ એડ જોઈ રહ્યા છીએ. આ ખૂબ જ સારુ રહ્યું! અમે જોયું કે, તમારી એડમાં અટલ સેતુ ખાલી દેખાઈ રહ્યો છે. અમે કેરળના હોવાથી એવું વિચાર્યું કે, મુંબઈમાં આટલો ઓછો ટ્રાફિક છે? તેી અમે મુંબઈમાં અમારા મિત્ર પાસેથી માહિતી મેળવી. તેમણે અમને કહ્યું કે, રાજીવ ગાંધી બાંદ્રા-વર્લી સી લિંક પર ખૂબ જ ટ્રાફિક છે. રેફરન્સ માટે અમે એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોને પણ જોઈ લો.’
વડાપ્રધાને રશ્મિકાએ શેર કરેલા વીડિયોને રિપ્લાય કર્યો
રશ્મિકા મંદાનાએ અટલ સેતુનો પ્રમોશનલ વીડિયો સેર કરીને તેના ભરપુર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકના કારણે લોકોને કંઈ રીતે ફાયદો થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ વીડિયોને રિપ્લાય પણ કર્યો હતો.
રશ્મિકાએ અટલ સેતુના કર્યા હતા વખાણ
બીજીતરફ એક સમાચાર એજન્સી સાથે વાત કરતા રશ્મિકાએ અટલ સેતુના વખાણ કરીને કહ્યું હતું કે, ‘મને લાગે છે કે, હવે ભારત ક્યાં અટકવાનું નથી. દેશના વિકાસનો જુઓ, દેશમાં છેલ્લા 10 વર્ષમાં આશ્ચર્યજનક વિકાસ થયો છે. આપણા દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્લાનિંગ, રોડ પ્લાનિંગ, બધું જ સર્વશ્રેષ્ઠ છે. મને લાગે છે કે, આ આપણો સમય છે. હવે હમણાં જ જાણ થઈ કે, આ બધુ સાત વર્ષમાં પૂર્ણ થયું છે અને આ 20 કિલોમીટર લાંબો છે. આ આશ્ચર્યજનક બાબત છે. હું ઈમાનદારીથી કહું છું કે, હું અચંબિત છું. હું કહેવા માંગીશ કે, ભારત સૌથી સ્માર્ટ દેશ છે.’