Get The App

સાઉથ ફિલ્મોની જાણીતી અભિનેત્રીએ બિઝનેસમેન સાથે કર્યા લગ્ન, અનેક હસ્તીઓ રહી હાજર

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
Keerthy Suresh Wedding


Keerthy Suresh Wedding: સાઉથની લોકપ્રિય અભિનેત્રી કીર્તિ સુરેશે  બોયફ્રેન્ડ અને બિઝનેસમેન એન્ટની થટીલ સાથે 12 ડિસેમ્બરના રોજ પરંપરાગત તમિલ રિવાજોથી લગ્ન કર્યા હતા. આ ડેસ્ટિનેશન વેડિંગ ખૂબ જ સુંદર અને ખાસ હતું. અભિનેત્રીએ તેના લગ્નની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે જેમાં તેણે કેપ્શનમાં હાર્ટ ઇમોજી સાથે લખ્યું છે #ForTheLoveOfNyke. 

નવા કપલને પાઠવી રહ્યા છે શુભેચ્છાઓ

આ તસવીરોમાં કીર્તિ પરંપરાગત મદિસર સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે, જ્યારે એન્ટની થટિલે દક્ષિણ ભારતીય પરંપરાગત પોશાક પહેર્યો હતો. આ કપલને ફેન્સથી લઈને ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ સુધી દરેક નવા કપલને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

15 વર્ષની ડેટિંગ પછી કર્યા લગ્ન

બંનેએ લગભગ 15 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કર્યા. કીર્તિ ફિલ્મના નિર્માતા જી. સુરેશ કુમાર અને અભિનેત્રી મેનકાની પુત્રી છે, તેણે વર્ષ 2000માં બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. 2013માં રીલિઝ થયેલી ફિલ્મ 'ગીતાંજલિ'માં તેણે પ્રથમ વખત લીડ રોલ કર્યો હતો.

આ પણ વાંચો: 'શ્રીવલ્લી' બોલિવૂડમાં હોરર કોમેડી ફિલ્મ કરશે, આયુષ્માન ખુરાના સાથે શુટિંગ શરૂ કર્યાની ચર્ચા!

કીર્તિ સુરેશનું બોલિવૂડ ડેબ્યૂ

કીર્તિ સુરેશ વરુણ ધવન સાથે 25મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહેલી બોલિવૂડ ફિલ્મ 'બેબી જાન'માં જોવા મળશે. સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કર્યા બાદ રાશિ ખન્ના, મૌની રોય, હંસિકા મોટવાણી સહિત ઘણા સ્ટાર્સે તેને અભિનંદન પાઠવ્યા છે.

કોણ છે એન્ટની થટિલ?

એન્ટની થટિલ એક બિઝનેસમેન છે. તે કેરળના કોચી  અને દુબઈમાં કામ કરે છે. તે અનેક રિસોર્ટનો માલિક છે. તેમજ તે સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે.


Google NewsGoogle News